ભારતીય ઉદ્યોગનો મૂળભૂત પાયો નાંખનારાઅોમાં સામેલ પરિવારના સભ્ય જે આરડી તાતાને એક વખત પ્રશ્ન કરાયો કે શું તમે ભારતને આર્થિક મહાસત્તા બનતી જોવા માંગો છો? તાતાએ વળતા જવાબમાં જણાવ્યું કે તેઅો ભારતને આનંદી રાષ્ટ્ર તરીકે જોવા માંગે છે.
તમારો દેશ મહાસતા બની રહે તેવી મહત્વાકાંક્ષાએ એવી અત્યંત નાદાન અને બાળબુદ્ધિ મહત્વાકાંક્ષા છે જેણે સમસ્ત સૃષ્ટિને પારાવાર નુકશાન પહોંચાડ્યું છે. આજના સમયમાં લોકો એવી દલીલ કરી રહ્યા છે કે વિશ્વમાં અણુશસ્ત્રો વિના શાંતિ હશે નહીં અને કમનશીબે આવી દલીલ સાચી સાબિત થઇ રહી છે. હું તમારા લમણે ગન મૂકું, તમે મારા લમણે ગન મૂકો અને બંને ગોળી ના છોડે- તે શાંતિ નહીં પણ ગાંડપણ છે.
હાલમાં આપણે સૃષ્ટિમાં આવી રીતે શાંતિ લાવવા મથી રહ્યા છીએ કે જેમાં કોઇક દિવસ તો ગોળી છોડશે જ ને જો આવો વર્ગ ઊંઘ અને નિદ્રાંમાં ટ્રીગર દબાવી દેશે તો સમગ્ર વિશ્વ વિસ્ફોટ પામશે. આ કોઇક ઇરાદા વિના થાય તે જરૂર નથી તેમ બની જઇ શકે.
1960ના દાયકામાં એકબીજા પરત્વે ભારોભાર શંકાના કારણે અમેરિકા અને સોવિયેત સંઘ (યુએસએસઆર) દરેક પળે એવું માનતા રહેતા કે ગમે ત્યારે ગમે તે બીજા સામે અણુશસ્ત્રનો ઉપયોગ કરશે. આવી શંકા કુશંકાના વાતાવરણ એક સમયે તો બંને જણાં પોતના અણુશાસ્ત્રો વાપરવાની અણી ઉપર આવી ગયા હતા. જો તમે આ બંને રાષ્ટ્રોની બહાર પડેલી વર્ગીકૃત માહિતીનો અભ્યાસ તો બંને જણાંની વિચાર પ્રક્રિયા ચસ્કી ગયેલા દીમાગવાળા ચક્રમોના શંભુમેળા જેવું લાગે. બંને રાષ્ટ્રોના શાસકોના મગજમાં ભરેલા ભારોભાર ગાંડપણના કારણે તેમણે સમગ્ર વિશ્વને સર્વાંગી વિનાશના આરે કેવી રીતે લાવી દીધું હતું સમજાય તેવું છે. બંને દેશો એકબીજા સામે અણુશસ્ત્ર ઉપયોગથી થોડીઘણી મિનિટો જ છેટા રહ્યા હોય તેવી સ્થિતિ સ્પષ્ટ થાય છે.
મહાસત્તા બનવાની આવી મહત્વકાંક્ષા જવી જોઇએ ભારતને મોટી સતા બનવાની જરૂર નથી. કોઇ દેશને મોટી તાકાત બનવાની જરૂર નથી. તેના બદલે દરેક દેશે તેના પોતાના નાગરિકો અને લોકોના કલ્યાણ અર્થનો ઉર્જાગૃહ બનવાની જરૂર છે. દરેક દેશે લોકોના કલ્યાણકારી બનવાની આકાંક્ષા રાખવી જોઇએ કલ્યાણ અર્થ જરૂર સાધનસ્ત્રોત અને અન્ય ચીજો થોડીઘણી અોછી કોઇ થોડીઘણી ર્સ્પધા રહેવાની જેના માટે ઘણી ખેંચાતાણ અને ધક્કા પણ પડવાના પરંતુ તેનો વાંધો નહીં.
માનવી સાથે આવી ખેંચાતાણ સ્વાભાવિક છે. પરંતુ તેમાં એકબીજા સામે ગન તાંકવી નથી પડવાની સિવાય કે કોઇ મોટી ગન કાઢીને સુપર પાવર બને જો કે કમનશીબે વિશ્વ હાલમાં આ જ માર્ગે આગળ વધી રહ્યું છે.
આપણી સમગ્ર ધરાનો અમેરિકા પાસે વધારે વખત વિનાશ કરી શકે તેટલાં અણુશસ્ત્રો છે. આથી જો તમારી પાસે અન્ય ગૃહોનો પણ નાશ કરી શકે તેટલા અણુશસ્ત્રો હોય તો તમે તેનાથી પણ મોટી મહાસતા બનો છો હું નથી માનતો કે કોઇ પણ દેશ આવી સ્થિતિ માટેની આકંક્ષા રાખતો હોય. ભારતે તો આ માર્ગે જેવું જ ના જોઇએ. હું આશા રાખું છું કે દરેક દેશોએ પણ અાવી મહત્વાકાંક્ષા છોડી દેવી જોઇએ.
હું તો તેમ ઇચ્છું છું કે તમામ મહાસતાઅોની કેટલીક મારણક્ષમતા લઇ લેવી જોઇએ અને તે તમામ (મહાસતાઅો) તેમના લોકોના કલ્યાણની જ અપેક્ષા રાખે. મહાસત્તાઅો કદરૂપી તેઅો આપમેળે જ પૂર્ણતયા વધુ પડતી ભરાયેલી છે.
ભારત એ આપમાં જ એવા કલ્યાણ રાષ્ટ્ર બની રહેવું જોઇએ કે જેમાં સંપતિ અને અન્ય ઉપર સર્વોપરી બની રહેવાની અભદ્ર ભાવનાથી અલગ માત્રને માત્ર કલ્યાણના જ માપદંડને સ્થાન હોય કોઇનેા ઉપર વિજય મેળવી સર્વોપરી બનવું અને લૂંટફાટ બે અલગ બાબત નથી. જો તે વ્યકિતગત રીતે કરવામાં આવે તો તે ઘરફોડ ચોરી છે. જો તે ટોળકી દ્વારા કરવામાં આવે તો તે ધાડ છે અને રાષ્ટ્ર દ્વારા કરવામાં આવે તો તે વિજયી સર્વોપરી અથવા સતા પરિવર્તન કે શાસન બદલો કહેવાય છે.
અાપણી મહત્વાકાંક્ષા એવા સમજદાર સભ્ય અને ઉદાર રાષ્ટ્ર બનવાની હોવી જોઇએ કે જે રાષ્ટ્ર શકાય હોય તેટલું પોતાના અને વિશ્વના અન્ય સૌ કોઇનું કલ્યાણકારી રાષ્ટ્ર બની રહે. આપણે આપણા રાષ્ટ્રમાં અાધ્યત્મિક મૂલ્યો અપનાવવામાં હજારો વર્ષ ખર્ચયા છે. ભારત એક દેશ તરીકે અત્યંત અનોખો છે. ભારત દેશમાં અન્ય ક્યાંય પણ ના મળે તેવા ઉદ્દાત મૂલ્યો અને ઉમદા ગુણો છે. જેના જનસમૂહમાં જાગૃતિ અને ડહાપણની ચોક્કસ ભાવના પ્રવર્તે તેને આપણે ભારત દેશ કહીએ છે. આવી સમજ ડહાપણ અને ઉદ્્ાત ભાવા અન્ય ક્યાંય પણ જોવા મળતી નથી. તમે એકલદોકલ વ્યક્તિગતોમાં તે જોઇ શકશો પણ વિશાળ જનસમૂહમાં જીવનના ઘણા બધા પાસા અંગેની બિનજાગૃતપણાની જાગૃતિ અન્યત્ર તમને ભાગ્યેજ જોવા મળશે. આથી જ દરેક દેશ સામે અણુશસ્ત્ર તાકવાનું અમે મહાસત્તા છીએ તેમ કહેવાનું ભારતીયો માટે ભયપ્રદ છે.
સતા કે તાકાતનો અર્થ વિશ્વમાં સૌથી મોટું લશ્કર હોવું તે નથી. સતાને અર્થ વિશ્વમાં સૌ કોઇને જો સારીરીતે જીવવું હોય તે માર્ગદર્શન માટે તમારી સામે નજર દોડાવે-તેવો થાય. સારી રીતે જીવવા માટે લોકોએ હંમેશા પૂર્વ તરફ જ નજર દોડાવી આ સંસ્કૃતિથી જ તાકાત કે સતા આવેવી છે આથી જ ભારતે દરેક દેશને ધ્યાન ચિંતનમય બનાવવાની આકાંક્ષા રાખવી જોઇએ.
– Isha Foundation