Mumbai: Football Sports Development Limited (FSDL) chairperson Nita Ambani and City Football Group CEO Ferran Soriano at a press conference in Mumbai, Thursday, Nov. 28, 2019. Manchester City owners bought majority stake in Indian Super League (ISL) side Mumbai City FC, the announcement of which was made by Nita Ambani, at a press conference today. (PTI Photo)(PTI11_28_2019_000158B)

માન્ચેસ્ટર સીટી ફૂટબોલ ટીમ સહિત વિશ્વની સાત અગ્રણી ફૂટબોલ ક્લબ્સમાં માલિકી હિસ્સો ધરાવતા સીટી ફૂટબોલ ગ્રુપે ગયા સપ્તાહે ઈન્ડિયાની ઈન્ડિયા સુપર લીગ ફૂટબોલની એક મોખરાની ટીમ, મુંબઈ સીટી ફૂટબોલ ક્લબમાં મેજોરીટી હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ફૂટબોલમાં આ એક મહત્ત્વની ઘટના ગણાય છે.
સીટી ફૂટબોલ ગ્રુપે મુંબઈ સીટી ફૂટબોલ ક્લબમાં 65 ટકા હિસ્સો ખરીદવાની સમજૂતિ કરી છે. સીએફજીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફેરાન સોરિયાનોએ ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતિ નીતા અંબાણીએ આ નિર્ણયની જાહેરાત ક્લબના પ્રસંશકોની હાજરીમાં કરી હતી. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સીટી ફૂટબોલ ગ્રુપ ભારતની ક્લબ સાથે સહયોગ સાધે તે એક ઐતિહાસિક ઘટના કહી શકાય.
ભારતમાં રમત ગમતને વધુ ને વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય માહોલ મળે તેવું અમારુ સપનુ સાકાર થતું જણાય છે. સીટી ફૂટબોલ ગ્રુપ ઈન્ડિયાના સીઈઓ તરીકેની જવાબદારી ડેમિયન વિલ્બી સંભાળશે.