ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે ઈન્દોરમાં બંગલાદેશની સામેની ટેસ્ટ સીરિઝના બીજા દિવસે ડબલ સેન્ચુરી કરી હતી. મયંક અગ્રવાલે છગ્ગો ફટકારી 200 રનનો આંકડો વટાવ્યો હતો. તેની આ ઈનિંગના પગલે ભારતી મેચ ઉપર પકડ મજબૂત બની હતી. મયંકે 303 બોલમાં ડબલ સેન્ચુરી કરી હતી. તેની ટેસ્ટ કેરિયરની આ બીજી ડબલ સેન્ચુરી છે. તેણે 245 રનના તેના સ્કોરમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા હતા. તેણે ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં પહેલી ડબલ સેન્ચુરી કરી હતી. ઈન્દોરમાં મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ડોન બ્રેડમેનનો એક રેકોર્ડ તોડ્યો હતો. મયંકે 12 ઈનિંગમાં બે ડબલ સેન્ચુરી કરી છે, જ્યારે ડોન બ્રેડમેને 13 ઈનિંગ્સમાં બે ડબલ સેન્ચુરી કરી હતી.