ભારતની અગ્રણી મહિલા ક્રિકેટર અને મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દીના 20 વર્ષ પુરા કરવાનો એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો હતો.
વિશ્વ ક્રિકેટમાં તે આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી મહિલા ખેલાડી છે. પુરૂષ ખેલાડીઓમાં પણ ફક્ત ત્રણ આટલું લાંબુ રમવાનો રેકોર્ડ ધરાવે છે, જેમાં ભારતના જ સચિન તેંડુલકર, શ્રીલંકાના સનત જયસૂર્યા અને પાકિસ્તાનના જાવેદ મિયાંદાદનો સમાવેશ થાય છે. મિતાલી તેની પ્રથમ વન-ડે મેચ જુન 1999માં આયર્લેન્ડ સામે રમી હતી.
મહિલા ક્રિકેટર્સમાં મિતાલી સૌથી વધ વન-ડે રમવાનો રેકોર્ડ પણ કરી ચૂકી છે.
200થી વધુ વન-ડે રમી ચૂકેલી મિતાલી પછી બીજા ક્રમે ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સ (191) અને ત્રીજા ક્રમે ભારતની જ ઝૂલન ગોસ્વામી (178 મેચ) છે.