Getty Images)

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની સંપતી 2019ના વર્ષ દરમિયાન 16.5 બિલિયન ડૉલર જેટલી વધી છે. તેમની કુલ સંપતિ હવે 60.8 બિલિયન ડૉલર થઈ છે. તેઓ દુનિયાના 12મા ક્રમના ધનપતિ બન્યાં છે. સંપતિમાં વધારાનું કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવમાં આવેલી તેજી છે. વર્ષ દરમિયાન શેરના ભાવમાં 41 ટકા ઉછાળો નોંધાયો હતો. તેની અસર સંપતિમાં પણ જોવા મળી હતી. મુકેશ અંબાણી આ સંપતિ સાથે એશિયામાં પણ સૌથી વધુ સંપતિવાન વ્યક્તિ છે. આ લિસ્ટમાં જગતના સૌથી ધનવાન તરીકે બિલ ગેટ્સે પહેલો નંબર જાળવી રાખ્યો છે. 2૩મી ડિસેમ્બર સુધીની ગણતરી પ્રમાણે તેમની કુલ સંપતિ 11૩ બિલિયન ડૉલર છે. વર્ષમાં તેમની સંપતિમાં 22.4 બિલિયન ડૉલરનો વધારો થયો છે. ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ ન્યુઝ 2012થી દર વર્ષે આ લિસ્ટ તૈયાર કરે છે.