ભારતના મશહૂર શેફ વિકાસ ખન્નાની પ્રથમ ફિલ્મ ‘ ધ લાસ્ટ કલર’ ઓસ્કાર પુરસ્કારની ફીચર ફિલ્મની યાદીમાં સમાવેશ થઇ છે. આ ફિલ્મમાં નીના ગુપ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. પોતાની પહેલી જ ફિલ્મ ઓસ્કારની રેસમાં શામિલ થતા વિકાસ ખન્નાએ ગદગદ થઈને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ વારાણસી અને વૃંદાવનમાં રહેતી વિધવાઓની જિંદગી પર આધારિત છે. વિકાસે સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર જણાવ્યા હતા. તેણે ટ્વીટ કર્યું હતુ કે, ” ૨૦૨૦ની સૌથી વધુ સારી શરૂઆત. જાદુ થઇ ગયો દુનિયા તમારો આભાર ” નીના ગુપ્તાએ પણ આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રિપોર્ટના અનુસાર, આ યાદીનો હિસ્સો બનવા માટે ફિલ્મોને લોસ એન્જલસના કમર્શિયલ મોનસ પિકચર થિયેટરમાં ૩૧ ડિસેમ્બરે રિલીજ કરવામાં આવે છે અને આ ફિલ્મોને ઓછામાં ઓછા ૭ દિવસો થિયેટર પર દર્શાવામાં આવતી હોય છે.’ધ લાસ્ટ કલર’ હજી સુધી ભારતમાં રિલીઝ થઇ નથી. પરંતુ તેને પામ સ્પ્રિંગ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ગયા વરસે દર્શાવામાં આવી હહતી. ૨૦૧૮માં આ ફિલ્મને ડલાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવી હતી.