પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં વીડિયો લિન્ક દ્વારા ગુરૂવારે જેલમાંથી જ નીરવ મોદી હાજર રહ્યાં હતા.
નીરવ સાઉથ-વેસ્ટ લંડનની વાડ્સવર્થ જેલમાં છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલિસના પ્રત્યર્પણ વોરન્ટ પર 19 માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીની અપીલ પર લંડનની કોર્ટે વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. બ્રિટનના કાયદા મુજબ દર 4 સપ્તાહે નીરવને કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યાં છે. 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં ભારતીય એજન્સીઓ નીરવના પ્રત્યર્પણની કોશિશ કરી રહી છે.
નીરવની જામીન અરજી 4 વખત ફગાવવામાં આવી છે. છેલ્લે યુકે હાઈકોર્ટ ગત મહિને ફગાવી દીધી હતી. જસ્ટિસ ઈનગ્રિડ સિમલરે કહ્યું હતું કે એ વાતના પુરતા પુરાવા છે કે નીરવ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તે ફરાર પણ થઈ શકે છે.