વન-ડે અને ટી-20માં ભારતના કાયમી ઓપનિંગ બેટ્સમેન રોહિતે પ્રથમ ટેસ્ટ મેચમાં 13 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામે નોટ આઉટ 257 રનની ઈનિંગ્સમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્માથી પહેલા એક મેચમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ નવજોત સિધુના નામે હતો. તેમણે 25 વર્ષ પહેલા 1994માં શ્રીલંકા સામે લખનઉ ટેસ્ટમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત શર્માએ આ મેચ સાથે ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરવાની શરૂઆત કરી છે. આ અગાઉ તે મિડલ ઓર્ડરમાં આવતો હતો. પોતાની પ્રથમ તકમાં જ રોહિત બંને ઈનિંગ્સમાં સદી કરીને આ રેકોર્ડ બનાવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે પ્રથમ ઈનિંગ્સમાં 6 છગ્ગા માર્યા હતા. ત્યાર પછી બીજી ઈનિંગ્સમાં ઝડપી રમત રમતાં 7 છગ્ગા ફટકાર્યા હતા.
આ રીતે બંને ઈનિંગ્સમાં કુલ 13 છગ્ગા માર્યા હતા. રોહિતે આ રીતે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામે અણનમ 257 રન કરતાં 12 છગ્ગા માર્યા હતા.વન ડે અને ટી20 ફોર્મેટમાં ભારતના કાયમી ઓપનિંગ બેટ્સમેન રોહિતે આ મેચમાં 13 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસિમ અક્રમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે 1996માં ઝિમ્બાબ્વે સામે નોટ આઉટ 257 રન બનાવ્યા હતા. અકરમે આ ઈનિંગ્સમાં 12 છગ્ગા ફટકાર્યા હતા.