22Sep 2017-Oil pumping units ONGC at Visat Circle , Visat Gandhinagar Junction near Chandkheda Amdavad Gujarat India asia

ભારતના જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓએનજીસી) ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. એના કેશ રિઝર્વમાં છેલ્લાં ચાર વર્ષમાં રૂ. 90,00 કરોડ જેટલો ઘટાડો નોંધાયો હતો.
આ સરકારી કંપની દેશના કુલ ઉત્પાદનના 60 ટકાથી વધુ ક્રુડ ઓઇલનું ઉત્પાદન કરે છે. 2019ના માર્ચની 31મીએ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં એની રોકડ અનામત ઘટીને ફક્ત 504 કરોડ રૂપિયાની રહી હતી. 2018ના માર્ચની 31મીએ એ કેશ રિઝર્વ 1013 કરોડ રૂપિયા હતી.
2016ના માર્ચમાં કેશ રિઝર્વ 9951 કરોડ રૂપિયા હતી જે છેલ્લાં ચાર વર્ષમાં 9,000 કરોડ જેટલી ઘટી ગઇ હતી. છેલ્લાં છ વર્ષના આંકડા તપાસતાં જણાયું હતું કે 2014ના માર્ચની 31મીએONGCના કૂવાઓ પર કુલ ખર્ચ 11,687 કરોડ રૂપિયા જેટલો થયો હતો જે ઘટતાં ઘટતાં હવે કેશ રિઝર્વ ફક્ત 504 કરોડ રૂપિયાની રહી હતી. મોટા ભાગનો ખર્ચ એક્સપ્લોરેશન પાછળ થતો હતો એવી જાણકારી પણ મળી હતી. હવે કેશ રિઝર્વ ઘટી જતાં એની કાર્યક્ષમતા પર અને ઉત્પાદન ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી રહી હતી.
એક રિપોર્ટ મુજબ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ONGCની ગુજરાત શાખા જીએસપીસી દ્વારા કરાયેલા બે સોદાના પગલે કેશ રિઝર્વ ઘટી હતી.