પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. અહીં તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ચિદમ્બરમના પત્ની નલીની અને દીકરો કાર્તિ પણ હાજર છે. અહીં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ટીમે ચીદમ્બરમની પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી અંગે ચિદમ્બરમને હાજર કરાયા એ સાથે તેમણે સાંકડી કોર્ટ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘જે પ્રકારે મારી ધરપકડમાં ઉત્સાહ દર્શાવાયો હતો એ જોતાં મને હતું કે મોટી અદાલતમાં કાર્યવાહી થશે’ આજ સવારથી સીબીઆઈએ ફરી ચિદમ્બરની પૂછપરછ શરૂ કરી છે.

સીબીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પી ચિદમ્બરમ પૂછપરછમાં સીબીઆઈને સહયોગ નથી કરી રહ્યા અને મોટા ભાગના સવાલોના જવાબ ટાળવામાં આવી રહ્યા છે. ઓફિસરોના મતે આ તેમની કસ્ટડીનું કારણ બની શકે છે. પૂછપરછ દરમિયાન ચિદમ્બરમે મોટા ભાગના સવાલોના જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. તે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ તેમના દીકરાના બિઝનેસમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી કરતાં. આ દરમિયાન જ્યારે ઓફિસરોએ ઈન્દ્રાણી અને પીટર મુખરજી