પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર પંચનાં અધિવેશનમાં સંબોધન કરતાં જમ્મુ-કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવ્યું હતું. આ વિશે પત્રકારો સાથે વાત કરતા કુરેશીએ કહ્યું હતું કે, ભારત વિશ્વની સામે એક છબી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, કાશ્મીરમાં જન જીવન એકદમ સામાન્ય થઈ ગયું છે. જો જન જીવન સામાન્ય થઈ ગઈ છે, તો હું એટલું કહેવા માંગુ છું કે તમે આંતરરાષ્ટ્રીય મીડિયાને કેમ ત્યાં જવા દેતા નથી. એનજીઇ કેમ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજ સંસ્થાઓને ભારતીય જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લેવાની મંજૂરી આપતા નથી. જેથી તેઓ ત્યાંની વાસ્તવિકતા જોઈ શકે.

અત્યાર સુધી પાકિસ્તાને હંમેશાં જમ્મુ અને કાશ્મીરને ભારતીય વહીવટી કાશ્મીર તરીકે ઓળખાવ્યું છે. કુરેશીનું આ નિવેદન UNHRC અધિવેશનમાં તેમના સંબોધન પછી આવ્યું છે. જોકે UNHRC અધિવેશનનાં પોતાનાં સંબોઘનમાં તો કુરેશીએ કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવતા આક્ષેપો મુક્યા હતા.

આ પહેલા કુરેશીએ મંગળવારે યુનાઇટેડ સ્ટેટ્સ હ્યુમન રાઇટ્સ કમિશન (UNHRC)ને અપીલ કરી હતી કે ભારતને જમ્મુ-કાશ્મીરથી પ્રતિબંધો હટાવવા માટે કહેવું જોઇએ. ઇસ્લામાબાદ કે, જેણે કશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો હતો, તે પાકિસ્તાને UNHRCમાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ UNHRC સત્ર દરમિયાન ભારત વિરુદ્ધ ઘમંડથી ભરેલા આક્ષેપો કર્યા હતા.

5 ઓગસ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 ને પાછો ખેંચવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવ વધું વધ્યા હતા. જિનીવામાં UNHRC સત્રમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પાકિસ્તાન વતી પેરવી કરી હતી. ભારતે કાશ્મીરમાં કલમ 370 નાબૂદને આંતરિક બાબત ગણાવી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાનને આ મુદ્દે દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

UNHRCમાં ભારત વિરુદ્ધ ખોટા માનવાધિકાર ભંગનાં આક્ષેપો કરતી વખતે કુરેશીએ માગ કરી હતી કે જમ્મુ-કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ સાથે જ કર્ફ્યુ નાબૂદ કરવામાં આવે અને અટકાયતમાં આવેલા રાજકારણીઓ ખીણમાં છૂટા કરી દેવામાં આવે.

UNHRCમાં કુરેશીએ એમ પણ કહ્યું હતું કે ભારતે જમ્મુ-કાશ્મીરમાં લોકોના હકોનું ખંડન કરનારાઓને સજા કરવી જોઈએ અને UNHRCને આ વિસ્તારમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘન પર નજર રાખવા દેવી જોઈએ. કુરેશીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિની ઉચ્ચ કમિશનર કચેરીને તપાસ કરવા દો. પાકિસ્તાનના વિદેશ પ્રધાને માગ કરી હતી કે માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મીડિયાને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે.