પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની હાજરી સામે સવાલ ઉભા કર્યા છે. શુક્રવારે તેમણે કહ્યું કે, સોવિયત વિરુદ્ધ લડાઈમાં અમેરિકાએ જાતે પાકિસ્તાનમાં મુઝાહિદીનોને જેહાદના નામે ટ્રેનિંગ આપી હતી. હવે જ્યારે લાંબી લડાઈ પછી તેમને ત્યાં સફળતા ન મળી તો તેઓ અમને દોષી ગણાવે છે, જે સંપૂર્ણ રીતે ખોટી વાત છે. અમે આ લડાઈમાં 70 હજાર લોકોને ગુમાવ્યા છે.
ઈમરના ખાને કહ્યું, 1980ના દશકામાં જ્યારે સોવિયતે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તો તેમના વિરુદ્ધ અફઘાન મુઝાહિદીનને પાકિસ્તાને ટ્રેનિંગ આપી અને તેમાં અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ દ્વારા ફંડિગ કરવામાં આવતું હતું. હવે જ્યારે અમેરિકન્સ અફઘાનિસ્તાનમાં આવી ગયા છે ત્યારે પાકિસ્તાનના આ જ ગ્રૂપને જેહાદની જગ્યાએ આતંકવાદ કહે છે. આ ખૂબ વિરોધાભાસ છે. હું માનુ છું કે, પાકિસ્તાને તટસ્થ રહેવાની જરૂ હતી. કારણકે જેહાદમાં સામેલ થઈને આ ગ્રૂપ અમારી વિરુદ્ધમાં આવી ગયું છે. અમે 100 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ગુમાવી દીધી છે.
એક રશીયન મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું છે કે, 9/11ના હુમલા પછી પાકિસ્તાને અમેરિકાને ઘણો સાથે આપ્યો હોવાથી આજે તેને ઘણું નુકસાન સહન કરવું પડે છે. ઈમરાન ખાને કહ્યું કે, જો અમે આતંકવાદ વિરુદ્ધ અમેરિકન યુદ્ધમાં ભાગ ન લીધો હોત તો આજે અમે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ન હોત. અમેરિકાએ તાલિબાનને સીઝફાયર માટે તૈયાર થવા માટે પાકિસ્તાન પર પહેલા કરવા વધારે પ્રેશર વધારશે. બીજી બાજુ પાકિસ્તાન કાશ્મીર પર સમર્થન મેળવવા માટે અમેરિકા સામે તાલિબાન કાર્ડ રમી રહ્યું છે.