પાકિસ્તાની ક્રિકેટર હસન અલી અને ભારતીય એરોનોટિકલ એન્જિનિયર યુવતી સામિયા આરઝૂના લગ્ન મંગળવારે (20 ઓગસ્ટ) દુબઈમાં સંપન્ન થયા હતા. બંન્નેના નિકાહ પ્રખ્યાત હોટલ ‘એટલાન્ટિસ, ધ પામ’માં એક ખાનગી સમારોહમાં થયા હતા, જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે નિકાહ સેરેમની માટે હોટલના બે અલગ-અલગ બોલરૂમ્સ (હોલ) સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. પરંપરા પ્રમાણે દુલ્હનની રૂખસત (વિદાઇ) ત્રણ મહિના બાદ થશે. લગ્ન સમારોહમાં શાદાબ ખાન સિવાય મોટા ભાગના પાકિસ્તાની ક્રિકેટર્સ ગેરહાજર રહ્યાં હતા.
આ અગાઉ સોમવારે રાત્રે દુબઈમાં મેહંદી સેરેમની યોજાઇ હતી. હસન અલીએ તેમાં ભાંગડા ડાન્સ પણ કર્યાંે હતાે. હસન અલી ભારતીય યુવતી સાથે લગ્ન કરનારો ચોથો પાકિસ્તાની ક્રિકેટર છે. આ અગાઉ ઝહીર અબ્બાસ, મોહસિન ખાન અને શોએબ મલિકે પણ ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યાં હતા.