કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ગુરુવારે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થયા હતા. યુઝર્સે તેમના મીમ્સ અને જોક્સ શેર કર્યા હતા. હકીકતમાં એક ટ્રેડ બોર્ડ મીટિંગમાં મંત્રીએ કહ્યું હતું કે, આઈનસ્ટાઈનને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં ગણીત કઈ કામ નહતું આવ્યું. આ નિવેદન વિશે હોબાળો થતા ગોયલે ખુલાસો કર્યો હતો કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ગોયલે તેમના નિવેદન વિશે ખુલાસો કરતાં કહ્યું કે, ટ્રેડ બોર્ડની મીટિંગમાં ભારતીય ઉદ્યોગ અને વેપારને પ્રોત્સાહિત કરવાની વાત કરી રહ્યો હતો. આગામી પાંચ વર્ષોમાં નિકાસનો લક્ષ્યાંક એક ટ્રિલિયન ડોલર કરવાની વાત કરતો હતો.

ત્યાં કરવામાં આવેલી એક કમેન્ટને મીડિયાના એક વર્ગે ખોટી રીતે લોકોની સામે રજૂ કર્યું. માત્ર એક લાઈન ઉઠાવી અને લોકોની સામે ખોટી રીતે રજૂ કરી દીધી. ગોયલે તેમના નિવેદનમાં કહ્યું કે, કોઈને પણ જીડીપાના ગણીતથી પરેશાન થવાની જરૂર નથી. ક્યારેય ગણીતે આઈનસ્ટાઈનને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં મદદ નથી કરી. આ નિવેદન પછી સોશિયલ મીડિયા ઉપર હોબાળો થઈ ગયો હતો. યુઝર્સે લખ્યું ગુરુત્વાકર્ષણની શોધ ન્યૂટને કરી હતી આઈનસ્ટાઈને નહીં. થોડા જ સમયમાં તો આ મુદ્દો ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. ગોયલે કહ્યું- મેં આ વાત એક ખાસ પરિપ્રેક્ષમાં કહી હતી.

દુર્ભાગ્ય અમુક મિત્રોએ તેને ખોટી રીતે રજૂ કરી. એક લાઈન ઉઠાવી અને શરારતી રીતે લોકોની સામે મૂકી દીધી. હું લોકોની સામે તે સમગ્ર વાત રજૂ કરવા માંગું છું જે સંદર્ભમાં મેં આ વાત કરી હતી. ગોયલે કહ્યું- મેં કહ્યું હતું, આવો નવા આઈડિયા પર સાથે મળીને કામ કરીએ. એક નવી ઉમંગ સાથે. એવા આઈડિયાઝ જ્યાં કઈ પણ અશક્ય નથી. સાથે મળીને આપણે એક ટ્રિલિયન ડોલરની ઈકોનોમી પ્રાપ્ત કરી શકીએ છીએ. મેં કહ્યું કે ગુણાકાર-ભાગાકારમાં ન પડો. ગણીતમાં ન જશો. ગણિતે ગુરુત્વાકર્ષણને શોધવામાં કોઈ મદદ નહતી કરી.