પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું છે. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાન એ-320માં 90 મુસાફર સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાનના કરાચીમાં તમામ મોટી હૉસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. વિમાનમાં સવાર 90 મુસાફર ઉપરાંત આઠ ક્રૂ પણ સવાર હતા. અબ્દુલ સત્તારે જણાવ્યુ હતુ કે, “હાલના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમારા ક્રૂને કટોકટી વખતે કેવી રીતે લેન્ડિંગ કરવું તે અંગેની તાલિમ મળેલી છે. હું મુસાફરોના પરિવાર માટે પ્રાર્થના કરું છું.