Lucknow: Samajwadi Party chief Akhilesh Yadav along with supporters stages a dharna in front of Vidhan Bhawan in protest over Unnao rape victim's death, in Lucknow, Saturday, Dec.7, 2019. (PTI Photo/Nand Kumar) (PTI12_7_2019_000045B)

ઉત્તર પ્રદેશનાં ઉન્નાવની દુષ્કર્મ પિડીતાએ આજે દિલ્હીમાં આખરી શ્વાસ લેતાં હૈદ્રાબાદ એન્કાઉન્ટરનાં બીજા દિવસે પણ યૌનશોષણ અને મહિલાઓ સામેનાં અત્યાચારોનો મુદ્દો કાનુન ન્યાય પદ્ધતિથી આરોપીઓ, સામે તરત કાર્યવાહી કરી ન્યાય આપવામાં નિષ્ફળતા તથા ભારતીય લોકોની માનસિકતા બૌધ્ધિક વર્ગોથી માંડી અન્ય લોકોમાં ચર્ચાનો વિષય રહ્યા હતા એ સાથે જ ઉતર પ્રદેશની ભાજપ સરકાર સામે રાજકીય પ્રહારો કરવાની તક વિરોધ પક્ષોએ ઝડપી લીધી છે.
રાયબરેલી નજીક જીવતી સળગાવી દેવાયા પછી પીડિતાને ગઈકાલે વધૂ સારવાર માટે દિલ્હી એરલીફટ કરાઈ હતી. પણ કાર્ડીયાક એરના કારણે ગઈ મોડીરાત્રે તેનું મૃત્યુ થતાં આજ સવારથી લોકો અને ખાસ કરીને પીડિતાના પિતા અને પરિજનો હૈદ્રાબાદની જેમ આરોપીઓનું એન્કાઉન્ટર કરવા માંગણી કરી રહ્યા છે.

ઉતર પ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે માહીતી આપી હતી કે, ઊન્નાવ રેપ કેસનાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાશે અને શિક્ષા કરાશે. યોગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતાનું મૃત્યુ અતિ દુ:ખદ છે.23 વર્ષીય મહિલાને દતેના પર બળાત્કાર ગુજારનારા બે આરોપી સહિત, પાંચ માણસોને જીવતી સળગાવી હતી. ઘટના વખતે તે રેપ કેસમાં જુબાની આપવા રાયબરેલી જઈ રહી હતી. હવે તેનાં મૃતદેહને અંતીમક્રિયા માટે ઉન્નાવ જિલ્લાના તેના ગામે લઈ જવાયો છે.2017માં ભાજપના પુર્વ ધારાસભ્ય કુલદીપ સેન્ગાર સામે તે 17 વર્ષની હતી ત્યારે બળાત્કાર ગુજાર્યાનો એક મહિલાએ આક્ષેપ કર્યા પછી ઉન્નાવનો આ બીજો કેસ રાષ્ટ્રીય સ્તરે મથાળામાં ચમકી રહ્યો છે.

દરમિયાન, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ઉન્નાવમાં પીડીતાના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
તેમણે ટિવટ કરી જણાવ્યું હતું કે ઉન્નાવના અગાઉના બનાવને ધ્યાનમાં રાખી આ ગેંગરેપની પીડિતાને રક્ષણ કેમ આપવામાં ન આવ્યું? એફઆઈઆર રજીસ્ટર કરવા ના પાડનારા પોલીસ અધિકારી સામે શા પગલા ભરાયા? લગભગ દરરોજ બનતા મહિલાઓ સામેના અપરાધો અટકાવવા સરકાર કયા પગલા લઈ રહી છે.
અન્ય એક ટિવટમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે હું ભગવાનને ઉન્નાવ પીડિતાના કુટુંબીજનોને હિંમત આપવા પ્રાર્થના કરું છું.

દરમિયાન, ઉતરપ્રદેશના પુર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે આજે ઉન્નાવ રેપ કેસના વિરોધમાં રાજય વિધાનસભા સમક્ષ ધરણા કર્યા હતા. યાદવે જણાવ્યું હતું કે પીડિતાના છેલ્લા શબ્દો એ હતા કે તે જીવવા માંગે છે. તમામ પ્રયાસો છતાં ડોકટરો તેને બચાવી ન શકયા. આજનો દિવસ આપણા માટે કાળો છે. ભાજપ સરકારમાં આ પ્રથમ કેસ નથી. મુખ્યપ્રધાને ધારાસભામાં જણાવ્યું હતું કે અપરાધીઓ કો ઠોક દિયા જાયેગા તે મહિલાનું જીવન બચાવી શકયા નથી. આ સરકારમાં કોઈ દીકરી સુરક્ષિત નથી.દરમિયાન, દિલ્હીની મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આજે ઉન્નાવ કેસના આરોપીઓને એક મહિનામાં ફાંસી આપવા માંગણી કરી હતી. દોષિત જણાયાના 6 માસમાં બળાત્કારીઓને ફાંસી આપવાની માંગ સાથે તે 3 ડિસેમ્બરથી આમરણ અનશન પર છે.