ફોબર્સની સોથી મોંઘી અભિનેત્રીઓની યાદી બહાર પડી ચુકી છે, જેમાંથી દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા બહાર થઇ ગયા છે. રસપ્રદ વાત તો એ છે કે, ૨૦૧૮ની પ્રથમ દસની યાદીમાં આ બન્ને અદાકારાઓના નામ સામેલ હતા. રસપ્રદ વાત એ છે કે દીપિકા અને પ્રિયંકાએ ૨૦૧૮ના અંતમાં લગ્ન કર્યા હતા. હજી સુધી બન્નેમાંથી એકની પણ ફિલ્મ રીલિઝ થઇ નથી. પ્રિયંકાની વાત છે તો તે, ‘ધ સ્કાય ઇઝ પિંક’થી કમબેક કરવાની છે. જ્યારે દીપિકા પદુકોણ ‘છપાક’ ફિલ્મથી કમબેક કરશે. આ યાદીમાં હાલીવૂડની અભિનેત્રીઓએ જ સ્થાન મેળળ્યું છે. જેમાં સ્કારલેટ જોહાન્સન સૌથી માોંઘી અભિનેત્રી સાબિત થઇ છે.જ્યારે ભારતમાં સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાં દીપિકાનું નામ પ્રથમ ક્રમાંકે આવે છે. દીપિકા એક ફિલ્મ માટે રૂપિયા ૧૩ થી ૧૬ કરોડ વસૂલે છે. એ પછી કંગના રનૌત રૂપિયા ૧૧ થી ૧૨ કરોડ ચાર્જ કરનારી હિરોઇન છે. જ્યારે પ્રિયંકા ચોપરા એક ફિલ્મ માટે રૂપિયા ૯ થી ૧૦ કરોડ મેળવે છે. અને કરીના કપૂર પોતાના દરેક પ્રોજેક્ટસ માટે રૂપિયા આઠથી નવ કરોડ ચાર્જ કરે છે.