ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસે અમેરિકાના લૉસ એન્જિલ્સમાં 144 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. અમેરિકન ડૉલરની વાત કરીએ તો આ ઘર 20 મિલિયન ડૉલરનું છે. વૉલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ પ્રમાણે નિક અને તેની પત્ની પ્રિયંકા ચોપરાએ 20,000 વર્ગ ફૂટની સંપત્તિ ખરીદી છે અને આ માટે તેમણે 20 મિલિયન ડૉલર એટલે કે 144 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જોનાસ બ્રધર્સ કથિત રૂપે લૉસ એંજિલ્સમાં ઘણાં પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને તેમણે કુલ રેકૉર્ડ તોડી 34.1 મિલિયન ખર્ચ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિકના આધુનિક ઘરમાં સાત બેડરૂમ, 11 બાથરૂમ, ઉંચી ટેરેસ અને પર્યાપ્ત આંગણું છે. અને ભલે સોફી અને જોનું ઘર નાનું હોય પણ તેમાં 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું તે નિકની કુલ કમાણી 25 મિલિયન ડૉલર છે અને પ્રિયંકાની કમાણી 28 મિલિયન ડૉલરમાં છે. પ્રિયંકાએ વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક નવું ઘર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે જણાવતાં તેણે કહ્યું હતું, ‘ઘર ખરીદવું અને માં બનવું મારી ટૂ-ડૂ લિસ્ટમાં છે.’ પ્રિયંકાની આગામી ફિલ્મ રૉબર્ટ રોડ્રિગ્ઝની ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’ છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘ધ વાઇટ ટાઇગર’માં પણ જોવા મળશે.