ગયા વરસે નિક જોનાસ સાથે લગ્ન કરવાના નિર્ણય બાદ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ભારત’ છેલ્લી ઘડીએ છોડી દીધી હતી. પરિણામે ફિલ્મના માંધાતાઓ મુશ્કેલીમાં આવી પડયા હતા. પરંતુ અણીના સમયે કેટરિના કૈફે આ ઘડી સાચવી લીધી હતી. પછી સલમાન ફ્રિયંકાથી નારાજ થઇ ગયો હતો અને જાહરેમાં તેના વિશે વ્યંગ કર્યા કરતો હતો. જોકે પ્રિયંકાએ આ મુદ્દે કદી એક હરફ પણ ઉચાર્યો નહોતો કે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. પરંતુ હાલમાં તેની આવનારી એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને આ પ્રશ્ર પુછવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યુ હતું કે, ” મારે આ મુદ્દે રિએક્ટ કરવું હોત તો પહેલા કરી ચુકી હોત.” પ્રિયંકાએ કબૂલ્યું કે સલમાન એક ઉત્તમ વ્યક્તિ છે. તેની બહેન અર્પિતા સાથે તેની સારી મૈત્રી છે તેમજ તેના અને સલમાન વચ્ચે કોઇ કડવાશ કે ઝઘડો નથી. તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે સલમાન મારા અને નિકના રિસેપ્શનમાં પણ આવ્યો હતો. અમનારા બન્ને વચ્ચે કોઇ સમસ્યા નથી.