
પ્રિયંકા ચોપરાને ગ્લોબલ આઇકોન કહેવામાં આવે છે. તેણે ફક્ત ઇન્ટરનેશનલ લેવલ પર લોકપ્રિયતા નથી મેળવી તે દુનિયાની હોટ ફેવરિટ સ્ટાર બની ચુકી છે. આ વાત તાજેતરના એક સંશોધનમાં સાબિત થઇ છે.એક સર્વેના અનુસાર પ્રિયંકા ચોપરા ટોપ ઇન્ડિયન એકટ્રેસ છે, જેણે ઓકટોબર ૨૦૧૮ થી ઓકટોબર ૨૦૧૯ દરમિયાન દુનિયાના લોકો પર પોતાનો પ્રભાવ પાડયો છે. રિપોર્ટના અનુસાર, પ્રિયંકાનું નામ ૨૦૧૯માં ૨.૭૪ મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફીમેલ લિસ્ટમાં બોલીવૂડ અભિનેત્રી દીપિકાપદુકોણ બીજા નંબરે અને સની લિયોની ત્રીજા સ્થાન પર રહી છે. આ સર્વેના પ્રમાણે સલમાન ખાનને એકટોબર ૨૦૧૯માં ૧.૮૩ મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યો છે. ફક્ત મેલ સેલિબ્રિટિઓની વાત કરીએ તો સલમાન પછી સર્ચ કરવામાં શાહરૂખ ખાનનો બીજો નંબર અને અમરીશ પુરી ત્રીજા સ્થાને રહ્યો છે. પ્રિયંકાએ બોલીવૂડમાં ‘ધ સ્કાઇ કિજ પિંક’થી કમબેક કર્યું છે. હાલમાં જ તેણે એક વધુ ફિલ્મનું શૂટિંગ પુરુ કરવા દિલ્હી ગઇ હતી. જેમાં તે રાજ કુમાર રાવ સાથે કામ કરી રહી છે.