PSLV-C35એ અવકાશમાં પહોંચાડ્યા 8 ઉપગ્રહ, ઈસરોનું સૌથી લાંબુ મિશન સફળ થયું

0
1903

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO)એ સોમવારે અત્યાર સુધીને તેના સૌથી મુશ્કેલ અને લાંબા મિશન પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ(PSLV) C-35ને લોન્ચ કર્યું છે. PSLVએ 8 સેટેલાઈટને બે અલગ-અલગ ભ્રમણકક્ષામાં રેકોર્ડ સવા બે કલાકમાં પહોંચાડી દીધા છે. તેમાં ભારતના ત્રણ અને અમેરિકા, કેનેડા અને અલ્જીર્યાના 5 સેટેલાઈટ્સ હતા. શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVને સવારે 9.12 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની સફળતા માટે અભિનંદન આપ્યા છે.મોદીએ કહ્યું કે, ‘ભારત માટે આ પળ હર્ષોલ્લાસ અને ગર્વની છે. દેશના અંતરિક્ષ વૈજ્ઞાનિકો સતત ઈતિહાસ રચી રહ્યા છે. તેમાનામાં કાયમ કંઈક નવું કરવાના ઉત્સાહે સવા સો કરોડ દેશવાસીઓના જીવનને પ્રભાવિત કર્યું છે અને વિશ્વમાં ગૌરવ વધાર્યું છે.આઠ સેટેલાઈટ્સમાં સ્કેટસેટ-1, પાંચ વિદેશી અને ભારતીય યુનિવર્સિટીના બે સેટેલાઈટ સામેલ છે.સ્કેટસેટને દરિયાઈ અને હવામાન વિશે અભ્યાસ કરવા માટે લોંચ કરવામાં આવ્યો છે. આ તમામને PSLVની મદદથી લોન્ચ કરવામાં આવ્યા.

LEAVE A REPLY

4 × 5 =