પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક વિવાદિત ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટમા સરકાર પર હમલો બોલતા પ્રશ્ન ઉઠાવ્યા છે કે, આજે આપણે પુલવામા હુમલાના શહિદોને યાદ કરી રહ્યા છિએ, પરંતુ મારે સરકારને પૂછવું છે કે, પુલવામા આતંકી હુમલાથી કોને ફાયદો થયો છે?પુલવામા આતંકી હુમલાની તપાસનું પરિણામ શું આવશે?સુરક્ષામાં થયેલી ખામી માટે મોદી સરકાર કોને જવાબદાર ઠેરવશે?જયારે બીજી તરફ NCPના નેતા નવાબ મલિકે પણ પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યુ છે.

તેમણે કહ્યુ કે, પુલવામા હુમલામા 40 જવાન શહિદ થયા, આ બાબત ચુંટણીનો મુદો બન્યો, અને મોદી સરકાર ચુંટણી જીતી ગઇ. આ પહેલા CPIના નેતા મોહમ્મદ સલીમે પણ પુલવામા હુમલાને લઇને વિવાદિત ટ્વિટ કરતા લખ્યુ કે, અમે શહિદ થયેલા જવાનો માટે સ્મારક માગતા નથી. પરંતુ અમે એ જાણવા માગીએ છિએ કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 80 કિલો RDX ભારતમા કઇ રીતે આવ્યુ, એ પણ એ જગ્યાએ જ્યા સેના આટલા મોટા પ્રમાણમા સરહદની સુરક્ષા કરી રહી છે.

14 ફેબ્રુઆરી, 2019માં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા આશરે 40 જેટલા જવાન શહીદ થયા હતા. રાહુલ ગાંધી પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, ગાંધી પરિવાર પોતાના ફાયદાથી આગળ કશું વિચારી શકતો નથી.

તો ભાજપના બીજા એક પ્રવક્તા જીવીએલ નરસિંહરાવે રાહુલ ગાંધીને લશ્કર એ તોયબા અને જૈશ એ મહોમ્મદના સમર્થક ગણાવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, દેશ જ્યારે શહીદોને યાદ કરી રહ્યો છે ત્યારે લશ્કર અને જૈશ એ મહોમ્મદ માટે સહાનૂભૂતિ ધરાવતા રાહુલ ગાંધીએ સરકાર પર જ નહી પણ સુરક્ષા દળો પર પણ નિશાન સાધ્યુ છે. રાહુલ ક્યારેય આ હુમલાના દોષી પાકિસ્તાન પર સવાલ નહી ઉઠાવે, રાહુલ ગાંધી થોડી શરમ કરો.