ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી. સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત પર સિંધુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- પીવી સિંધુએ ફરીથી ભારતને ગૌરવની અનુભૂતિ કરાવી. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા બદલ તેમને અભિનંદન. તે જે જુસ્સા બેડમિંટન રમે છે તે પ્રેરણાદાયક છે. સિંધુની સફળતા ખેલાડીઓની આગામી જનરેશનને પ્રેરણારૂપ કરશે.