મહામારી સામે લડવા તત્પર 405,000 વૉલંટીયર્સને સલામ કરતા મહારાણી

0
270
405,000 વૉલંટીયર્સનો આભાર માનતા મહારાણી

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકની અપીલના માત્ર 24 જ કલાકમાં મહામારી કોરોનાવાયરસ સામે લડવા માટે તત્પરતા બતાવનાર 405,000 વૉલંટીયર્સનો દેશના મહારાણીએ સલામ કરી આભાર માન્યો હતો. મિનીસ્ટર્સે એનએચએસને વેગ આપવા, ખરીદી કરવા અને નબળા લોકો સુધી દવાઓ પહોંચાડવા માટે વોલંટીયર્સને આગળ આવવા અપીલ કરી હતી. જેના જવાબમાં ‘આશ્ચર્યજનક’ રીતે એક જ રાતમાં  170,000 બ્રિટીશ વોલંટીયર્સે પ્રતિભાવ આપ્યો હતો અને તે આંક સતત વધી રહ્યો છે.

બોરિસ જ્હોન્સને કહ્યું કે ‘’આજે રાત્રે સ્વયંસેવકોની સંખ્યા, કોવેન્ટ્રીની વસ્તીની સમકક્ષ 400,000 ઉપર છે અને લોકો https://www.goodsamapp.org/NHS ઉપર જઈને એનએચએસ સ્વયંસેવક તરીકે નામ નોંધાવી શકે છે.  24 કલાકથી ઓછા સમયમાં 250,000ના વોલંટીયર્સના લક્ષ્યાંકને પૂરો કરનાર સૌ વોલંટીયર્સનો વડા પ્રધાને ‘વિશેષ આભાર’ માન્યો હતો અને લોકોના પ્રતિસાદને બિરદાવ્યો હતો. મહારાણીએ બોરીસને ફોન કરી સ્વયંસેવકોની સેનાનો આભાર માન્યો હતો.