સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત શિખ આધ્યાત્મિક કેન્દ્ર ગુરુ નાનક ગુરૂદ્વારાના સ્વયંસેવકોને, વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે વોલંટયરીંગ ગૃપને આ દેશમાં મળતો સૌથી મોટો એવોર્ડ છે. 1961માં સ્થપાયેલ, ગુરૂદ્વારા, યુનાઇટેડ કિંગડમનું સૌથી પ્રાચીન અને સૌથી મોટા ગુરૂદ્વારા પૈકીનુ એક છે, જે સમગ્ર સમુદાય માટે ઘણી વૈવિધ્યસભર સેવાઓ આપે છે. 2018માં હિસ્ટોરીક ઇંગ્લેન્ડે ટોચના 10 સ્થાનોમાં ગુરુદ્વારાની પસંદગી કરી હતી.

ગુરૂદ્વારા તેના સેવાભાવી ઉદ્દેશોને અનુસરીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓ થકી ગુરૂદ્વારામાં આવતા લોકો અને વિશાળ સમુદાય બંનેને લાભ પૂરો પાડે છે. આ ગુરૂદ્વારા શીખ મુલ્યો અને આધ્યાત્મિક ઉત્થાન, મૂલ્યો આધારિત શિક્ષણ, નાગરિક પ્રવૃત્તિઓ, યુવાનોની ભાગીદારી, આરોગ્યસંભાળ દ્વારા વૃદ્ધોને સહાય અને શીખ અને બ્રિટિશ વારસાના સંવર્ધનનુ કાર્ય કરે છે. ગુરૂ નાનક ગુરૂદ્વારા, સ્મેથવિકને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અન્ય 230 સખાવતી સંસ્થાઓ, સામાજિક ઉદ્યોગો અને સ્વૈચ્છિક જૂથોની સાથે મળ્યો છે.

ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકના પ્રતિનિધિઓને આ એવોર્ડ ઉનાળા પછી વેસ્ટ મિડલેન્ડ્સના લોર્ડ લેફ્ટનન્ટ જોન ક્રેબટ્રી, ઓબીઇ તરફથી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકના બે સ્વયંસેવકો મે 2021માં બકિંગહામ પેલેસ ખાતે ગાર્ડન પાર્ટીમાં ભાગ લેશે.

ગુરૂ નાનક ગુરુદ્વારા સ્મેથવિકના પ્રમુખ જસવિન્દર સિંઘે જણાવ્યું હતું કે “અમે આ અદભૂત એવોર્ડ મળતા સંપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. ગુરૂ નાનક ગુરૂદ્વારાના બધા સ્વયંસેવકો (સેવાદરો)ની આશ્ચર્યજનક કામગીરીની ખૂબ જ પ્રખ્યાત છે. ગુરુદ્વારા સ્થાનિક સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા ઉચ્ચ ગુણવત્તાની વિવિધ સેવાઓ આપે છે. મેનેજમેન્ટ કમિટી વતી હું બધા લોકોનો ખૂબ આભાર માનું છું.”