રાજીવ ગાંધી હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને સ્ટેટસ રીપોર્ટને લઇને સમન્સ પાઠવ્યું છે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને જણાવ્યું છે કે દોષિત એજી પેરારીવલન અને અન્ય દોષિતોની મુક્તિના મામલે શું પગલા લીધા છે, તેને લઇને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. જેને લઇને સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને બે અઠવાડીયાનો સમય આપ્યો છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને જણાવ્યું હતું કે તેઓ દયાની અરજી પર નિર્ણય લે. અરજીકર્તા એજી પેરારીવલન તરફથી કહેવામાં આવ્યું છે કે તેણે 2018માં રાજ્યપાલ પાસે દયાની અરજી કરી હતી.આ અરજીમાં રેરીવલે જણાવ્યું હતું કે તેની બાકી રહેલી સજા માફ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પેરારીવલન પહેલાથી જ 27 વર્ષ જેલમાં પસાર કરી દીધા છે.

આજરોજ જસ્ટિસ એલ નાગેશ્વર રાવની ખંડપીઠે નિર્દેશ જારી કરતાં કેન્દ્ર સરકારના રિપોર્ટ પર ફરી સવાલ ઉઠાવ્યો છે. પીઠે જણાવ્યું છે કે CBI આ મુદ્દા પર મોટા ષડયંત્ર પર તપાસ કરવા ઇચ્છતી નથી. જૂની બંને રિપોર્ટ એક જેવી છે. આ તપાસમાં કોઇ પ્રગતિ થઇ નથી. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે વિદેશથી લેટર રોગેટરીનો જવાબ આવ્યો નથી.

ખરેખર 5 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે MDMA પાસે ચાર અઠવાડિયામાં નવો સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો, જેના પર કેન્દ્ર સરકાર દ્વારા આ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટની ખંડપીઠે આ આદેશ દોષિત એજી પેરારીવલની આજીવન કેદની સજાને સસ્પેન્ડની અરજી પર આપવામાં આવ્યું છે.