જાણીતા ઉદ્યોગપતિ અને બીઝનેસમેન ડો. રેમી રેન્જર અને પાકિસ્તાની મૂળના ઝમીર ચૌધરીની આજીવન પીઅર તરીકે સેવા આપવા માટે હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્તી કરવામાં આવી છે. રાજીનામુ આપતા પહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે દ્વારા સન્માનની યાદીમાં બન્ને અગ્રણીઓનો સમાવેશ કર્યો હતો. ઉનાળામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકેનુ પદ છોડ્યા પછી પૂર્વ પ્રધાનમંત્રી દ્વારા પિયરેજ માટે નામાંકિત કરાયેલા અન્ય દસ લોકોમાં તેમનો સમાવેશ થાય છે.
પિયરેજ સન્માનની ઘોષણા કરવામાં આવતા ડૉ. રેન્જરે ગરવી ગુજરાતને જણાવ્યુ હતુ કે આ સમાચાર મળતા “નમ્ર અને આનંદિત છે.’’
‘ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ’ને પોતાનુ પિયરેજ સમર્પિત કરતા ડૉ. રેન્જરે જણાવ્યું હતું કે ‘’મને આશા છે કે મારા પ્રભાવનો ઉપયોગ બંને દેશોના સમુદાયોને એક સાથે કરવા માટે થઈ શકે છે. જો આપણે ભારતીય ઉપખંડમાં વહેંચાયેલા રહીશુ તો પછી આપણે ગ્રેટ બ્રિટન અને અન્ય દેશોમાં પણ વહેંચાયેલા રહીશુ. જ્યાં આપણે (ભારતીય અને પાકિસ્તાનીઓ) મોટી સંખ્યામાં વસવાટ કરીએ છીએ. આ એક હેતુ છે જે મારી નજીક છે.”
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા અને બ્રિટીશ શીખ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કાર્યરત ડૉ. રેન્જરે ઉમેર્યું હતું કે ‘’જ્યારે મારા પરિવારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ જાણે કે “ચંદ્ર ઉપર” હોય તેવુ લાગ્યુ હતુ. મારો પરિવાર બહુ ખુશ છે અને મને આ મહાન સન્માન માટે લાયક માનવા બદલ હું ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મેનો ખૂબ આભારી છું.”
બ્રિટિશ પાકિસ્તાની ઉદ્યોગપતિ ઝમીર ચૌધરી પણ ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે દ્વારા નિમાયા હતા. વિખ્યાત બેસ્ટ વે કેશ એન્ડ કેરીના ચીફ એક્ઝિક્યુટિવ ચૌધરીએ પિયરેજને “એક અપાર સન્માન” ગણાવ્યુ છે.
ચૌધરીએ જણાવ્યુ હતુ કે “હાઉસ ઑફ લોર્ડ્સમાં નિમણૂક થતા ખરેખર નમ્ર હોવાની લાગણી અનુભવી રહ્યો છું. મેં હંમેશાં યુકેને તકની ભૂમિ તરીકે જોયું છે અને હું આપણા આ મહાન દેશની સતત પ્રગતિ માટે ફાળો આપવા માટે આગળની તરફ જોવું છું.”
ઝમીર ચૌધરી કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ પાકિસ્તાનનાં અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે અને વર્ષ 2016માં ઉદ્યોગ અને પરોપકાર્યની સેવાઓ માટે નવા વર્ષની સન્માન સૂચિમાં સીબીઇ સન્માન એનાયત કરવામાં આવ્યુ હતુ.
ડૉ. રેન્જર અને ચૌધરી, બંનેએ ભૂતકાળમાં ટોરી પાર્ટીને દાન આપ્યું હતું અને થેરેસા મે વડા પ્રધાન હતા ત્યારે તેઓ મેના વાચાળ સમર્થક હતા.
વડા પ્રધાનના યુરોપ બાબતના ભૂતપૂર્વ સલાહકાર રાઉલ રૂપારેલને પણ ઓબીઈ સન્માન આપવામાં આવ્યું હતું. લેખક રાઉલ રૂપારેલ ઓપન યુરોપના સહ-નિર્દેશક પણ છે, જે સંસ્થા યુરોપિયન યુનિયનના યુરોપિયન યુનિયનના યુકે સાથેના સંબંધો અને બાકીના વિશ્વ સાથેના તેના વેપાર સંબંધો વિશે ભલામણો કરે છે.
થેરેસા મે દ્વારા સન્માનની યાદીમાં સમાવાયેલા અન્યોમાં દબાણ જૂથ ઓપરેશન બ્લેક વોટના સ્થાપક અને ડિરેક્ટર સર સાયમન વૂલીનો સમાવેશ થાય છે. તેમને લાઇફ ક્રોસ બેંચ પીઅર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વૂલીને જૂનમાં નાઈટ ઑફ રીલ્મ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
સર સાયમન વુલીને 2013માં જીજી 2 લીડરશીપ અને ડાયવર્સિટી એવોર્ડ્સમાં પ્રાઇડ ઑફ બ્રિટન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વડા પ્રધાન હતા ત્યારે થેરેસા મે સાથેની તેમની છેલ્લી બેઠકને યાદ કરતાં વુલીએ કહ્યું કે ‘તેમણે લોર્ડ્સમાં મારી નિમણૂક કરવાનો નિર્ણય ત્યારે જાહેર કર્યો નહતો. પરંતુ અમારી ગપસપ દરમિયાન મારે બીટવીન ધ લાઇન્સ સમજવુ જોઈતું હતું.”
તેમના કહેવા મુજબ, મેએ તેમને કહ્યું હતું કે “તમે રેસ ડિસ્પેરીટી યુનિટ સાથે જે કામ કર્યું છે તે ચાલુ રાખવું પડશે. આપણે સાથે મળીને એક પાયો બનાવ્યો છે જે સરકારી વિભાગોને પરિવર્તન કરવામાં મદદ કરશે અને જાતિવાદને કાબૂમાં રાખવા માટે વધુ સારી નીતિઓ લોકો સુધી પહોંચાડશે.”
મે’એ ઉચ્ચતમ સ્તરે તેમનું કાર્ય ચાલુ રાખવામાં સહાય કરવા માટે” તેમણે દેખીતી રીતે વુલીને પસંદ કર્યા હતા.
ભવિષ્યના લક્ષ્યો વિશે બોલતા વુલીએ જણાવ્યું હતું કે ‘’તેઓ સતત જાતિગત અસમાનતાનો સામનો કરવા, રાજકીય રીતે સમુદાયોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દેશમાં ઉચ્ચતમ રાજકીય અને નાગરિક કચેરીઓ માટે પ્રતિભાશાળી બી.એ.એમ.ઇ. ક્ષેત્રની વ્યક્તિઓ માટે માર્ગ આસાન કરવાની આશા રાખે છે.”
વિપક્ષી નેતા જેરેમી કોર્બીને વેલ્શ લોકલ ગવર્નમેન્ટ એસોસિએશન (ડબ્લ્યુએલજીએ)ના નેતા ડેબી વિલ્કોક્ષને લેબર પીઅર બનાવવા અને ગ્રીન પાર્ટીના સહ-નેતાઓએ ભૂતપૂર્વ નેતા નેટેલિ બેનેટને નામાંકિત કર્યા હતા.
અન્ય નામાંકિતો લેડી જસ્ટિસ હેલ્લેટ, વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારી સર કિમ ડેરોચ, સ્ટોનવૉલના ચીફ એક્ઝિક્યુટિવ રૂથ હન્ટ, ડાઉનિંગ સ્ટ્રીટના ભૂતપૂર્વ વિશેષ સલાહકાર એલિઝાબેથ સેન્ડરસન અને વેલ્શ કન્ઝર્વેટિવ્સના અધ્યક્ષ બાયરન ડેવિસનો સમાવેશ થાય છે.