Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das looks on as he attends a press conference at the RBI head office in Mumbai on February 6, 2020. (Photo by Punit PARANJPE / AFP) (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારત સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન કવાર્ટરમાં બેંકો દ્વારા એફડી જેવી જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડો છતાં સરકારે આ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. બેંકો ઘણા લાંબા સમયથી ફરિયાદ કરી રહી છે કે સ્મોલ સેવિંગ સ્કીમ પર સરકારની તરફથી વધુ વ્યાજ આપવાના કારણે તે અન્ય જમા યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે તેમ નથી.
હાલમાં એક વર્ષની ડિપોઝીટ યોજનાઓ અને સ્મોલ સેવિંગ સ્કીમ પર મળનાર વ્યાજમાં લગભગ એક ટકાનું અંતર છે. સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરમાં સંશોધન ત્રિમાસિક કવાર્ટરને આધારે થાય છે.
આ સપ્તાહની શરૂઆતમાં આરબીઆઇના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) કોરોના વાયરસને કારણે ઉદભવેલા સંક્ટને દૂર કરવા વ્યાજ દરમાં ઘટાડો સહિત તમામ વિકલ્પો પર વિચાર કરશે. કેન્દ્રીય બેંકે ફેબ્રુઆરીમાં પોતાની દ્વિમાસિક બેઠકમાં જણાવ્યું હતું કે સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરોને સુનિયોજિત કરવાની જરૂર છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે એક ઓક્ટોબરે અમલમાં મૂકવામાં આવેલા બેન્ચમાર્ક સિસ્ટમથી મોદ્રિક નીતિનો લાભ વધુ લોકોને પહોંચાડવામાં મદદ મળશે.
નાણા મંત્રાલય રેપો રેટમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ પબ્લિક સેક્ટરની બેંકોને આપવાનું જણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સરકારે પીપીએફ અને એનએસસી માટે વ્યાજ દરને ૭.૯ ટકા પર યથાવત રાખ્યો હતો. ૧૧૩ મહિનામાં મેચ્યોર થતા કિસાન વિકાસ પત્ર પર વ્યાજનો દર ૭.૬ ટકા રાખવાનો સરકારે નિર્ણય લીધો હતો.
આ દરમિયાન કોરોનાની અસરને પગલે રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરોમાં ૧.૭૫ ટકાનો ઘટાડો કરી શકે છે.