Mumbai: Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das along with his deputies arrives for the RBI's bi-monthly monetary policy review meeting, in Mumbai, Thursday, Dec. 5, 2019. (PTI Photo/Mitesh Bhuvad)(PTI12_5_2019_000032B)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી બેઠકમાં વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જીડીપી ગ્રોથનો અંદાજ 5 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈએ ચાલુ વર્ષે પાંચ વખત રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ આજરોજ પૂર્ણ થયેલી એમપીસી બેઠકમાં મહત્વના વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. ત્રણ દિવસની મોનેટરી પોલિસી બેઠક બાદ આરબીઆઈએ રેપો રેટ 5.15 ટકાએ સ્થિર રાખ્યો છે. આરબીઆઈએ ચાલુ વર્ષે મોંઘવારીનો અંદાજ 3.5 ટકાથી વધારીને 3.7 ટકા કર્યો છે. નિષ્ણાતોએ રેપો રેટમાં ઘટાડાની અપેક્ષા વ્યક્ત કરી હતી જે ઠગારી નિવડી છે. જીડીપી ગ્રોથ ઘટાડવામાં આવતા તેમજ રેટિંગ એજન્સીઓ દ્વારા આઉટલૂક ઘટાડાતા અર્થતંત્રને લઈને ચિંતાઓ ઘેરાઈ છે. નવેમ્બર માસના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆી બન્ને મોરચે પોઝિટિવ આંકડા આવતા આંશિક રાહત મળી છે.