
અનિલ અંબાણીએ દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ના ડાયરેક્ટર પદેાૃથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત આરકોમના ચાર મોટા અિાૃધકારીઓએ પણ રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામું આપી દીધું છે.
અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે ૧૫ નવેમ્બરે રાજીનામું આપ્યું છે જ્યારે રાયના કારાનીએ ૧૪ નવેમ્બર તાૃથા સુરેશ રંગચરે ૧૩ નવેમ્બરે રાજીનામું આપ્યું હતું.
શુક્રવારે આરકોમનું બીજા કવાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમા કંપનીને ૩૦,૧૪૨ કરોડ રૃપિયાનું નુકસાન ાૃથયું છે.
નાદારીની પ્રક્રિયામાંાૃથી પસાર ાૃથઇ રહેલી આ કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં સમાન કવાર્ટરમાં ૧૧૪૧ કરોડ રૃપિયાનો ચોખ્ખો નફો કમાવ્યો હતો. બીજી તરફ ચાલુ વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં કંપનીની આવક ઘટીને ૩૦૨ કરોડ રૃપિયા ાૃથઇ ગઇ છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૯૭૭ કરોડ રૃપિયા હતી. હાલમાં આરકોમના એક શેરનો ભાવ ૫૯ પૈસા ચાલી રહ્યો છે.
ત્રિમાસિક પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ટેલિકોમ કંપનીઓના વાષિક એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)ની ગણતરીના ચુકાદાને ધ્યાનમાં રાખીને કંપનીએ ૨૮,૩૧૪ કરોડ રૃપિયાની જોગવાઇ કરી છે.
આરકોમને ટેલિકોમ વિભાગને ચૂકવવાની રકમમાં ૨૩,૩૨૭ કરોડ રૃપિયાની લાયસન્સ ફી અને ૪૯૮૭ કરોડ રૃપિયાની સ્પેક્ટ્રમ વપરાશ ફી સામેલ છે. ટેલિકોમ વિભાગને ચૂકવવાની ાૃથતી આ રકમ વિરુદ્ધ ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે પણ ટેલિકોમ વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેના પગલે ટેલિકોમ કંપનીઓનેકોઇ પણ સંજોગોમાં બાકી રકમની ચુકવણી કરવી પડશે.