વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસ દ્વારા ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરને ન્યૂટ્રલથી નીચલા ગ્રેડમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા. તેનાં શેરનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. ૧૩૯૫થી ઘટાડીને રૂ. ૯૯૫ કરવામાં આવ્યો છે. RILનાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસની નબળી કામગીરી અને તેનાં જંગી દેવાને કારણે ક્રેડિટ સુઈસે તેનું રેટિંગ ઘટાડયું હતું. છેલ્લા ચાર વર્ષમાં મુકેશ અંબાણી હસ્તક રિલાયન્સ ગ્રૂપનું દેવું ૧૯ બિલિયન ડોલરથી વધીને અધધ ૬૫ બિલિયન ડોલર થઈ ગયું છે.
કંપનીએ ક્રૂડના બિઝનેસમાં જ ૧૦ બિલિયન ડોલરની ચુકવણી કરવાની છે. આટલા જંગી દેવાના બોજ પછી ‘પડે ત્યારે સઘળું પડે છે’ તેવી સ્થિતિ સર્જાય તો કંપની માટે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાનાં સાધનો અને ઉપાયો છે કે કેમ તે પણ મુંઝવનારો પ્રશ્ન છે. ક્રૂડ બિઝનેસ પ્રવાહી છે અને વિશ્વનાં પ્રવાહો પર આધારિત છે. જિયોનો બિઝનેસ જંગી રોકાણ માગી લેનારો છે. દેશમાં મંદી ડોકાઈ રહી છે ત્યારે આ બધો ખેલ કંપનીને આર્થિક રીતે કેટલી સદ્ધર રાખશે તે પેચીદો પ્રશ્ન છે.
ક્રેડિટ રેટિંગ એજન્સી મુજબ, કંપનીની ક્રૂડ બિઝનેસનાં પેમેન્ટની સાઈકલ પણ સામાન્ય કરતા ઘણી વધારે છે. સામાન્ય રીતે ક્રૂડ બિઝનેસમાં પેમેન્ટની મુદત ૫૦થી ૬૦ દિવસની હોય છે પણ RIL દ્વારા ૨૦૧૯માં તેનો ગાળો ૧૨૧ દિવસનો છે. રિફાઈનિંગ માર્જિનનું પ્રેશર ૨૦૨૦-૨૧માં ઘણું ઉંચું રહેવાની ધારણા છે. છેલ્લા ૬ વર્ષથી ફ્રી કેશ ફ્લો પણ નેગેટિવ રહ્યો છે. શેરદીઠ કમાણીમાં ૨૦૨૧-૨૨માં ૫ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. RILનાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા AGMમાં કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં કંપની ૨૨ બિલિયનનું દેવું ચૂકવવાની છે. ક્રેડિટ સુઈસે આ જોઇને RILનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. કંપનીનો પ્રાઈસ ટાર્ગેટ રૂ. ૧૦૨૮થી વધારીને રૂ. ૧૨૧૦ કર્યું છે. રિફાઈનિંગ માર્જિનમાં સતત થઈ રહેલા ઘટાડા સામે કંપની રૂ. ૨.૮૮ લાખ કરોડનું જંગી દેવું ચૂકવવા માટે મુકેશ અંબાણીનો પ્લાન ક્રેડિટ સુઈસે જોઇને RILનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.
RIL દ્વારા ટેલિકોમ ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા જિયોમાં જંગી રોકાણ કરાયું છે. જિયોની આવક પહેલા ક્વાર્ટરમાં ભલે વધીને રૂ. ૧૪૯૧૦ કરોડ થઈ હોય અને નફો ૮૦ ટકા વધીને રૂ. ૩૦૮૦ કરોડ થયો હોય પણ યૂઝરદીઠ રોકેલી મૂડી રૂ. ૭૪૪૫ છે જ્યારે તેનાં પરનું વળતર ફક્ત ૩ ટકા જ છે. જિયોની યૂઝરદીઠ આવકમાં જંગી ઘટાડો થયો છે. આમ જિયો પર રમેલો જુગાર કંપનીને વહેલો મોડો મોંઘો પડી શકે છે.
કંપની પર ૬૫ બિલિયન ડોલરનાં તોતિંગ દેવાનાં બોજ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રોકાણકારોની ચિંતા જોઇને દેવું ઘટાડવા પર ફોકસ કરવા લાગી છે. RILનું દેવું છેલ્લા સરવૈયા મુજબ રૂ. ૨.૮૮ લાખ કરોડ હતું. અહીં કડવું સત્ય એ છે કે, દેશની ઇકોનોમીમાં અંબાણી અને અદાણીની કંપનીનાં દેવાનો જંગી ફાળો પણ મહત્ત્વનો છે. રિલાયન્સ જિયોને કારણે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીનાં દેવામાં જંગી ઉછાળો આવ્યો છે. ૨૦૦૧માં કંપનીનું નેટ દેવું ૧૦,૦૦૦ કરોડ હતું તે ૨૦૧૪માં વધીને ૫૦,૦૦૦ કરોડ થયું હતું. હવે તે વધીને ૨.૮૮ લાખ કરોડ થયું છે.
જંગી દેવાને કારણે ૧ મેથી ૯ ઓગસ્ટ વચ્ચે RILનાં શેરના ભાવમાં ૧૬.૬ ટકાનો ઘટાડો થયો હતો અને તે ઘટીને રૂ. ૧,૧૬૨.૧૦ થયો હતો. કંપનીનાં દેવામાં વધારો થવા માટે જિયોમાં મોટાપાયે રોકાણ પર ટોપલો ઢોળવામાં આવે છે. કંપનીએ ૨૦૧૯માં રૂ. ૧.૧ ટ્રિલિયનનું દેવું બે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ટ્રાન્સફર કર્યું હતું. આ પછી પણ તેની દેવાની ચોખ્ખી જવાબદારી રૂ. ૩.૬૩ ટ્રિલિયન છે. આમાં જિયોનું નેટ દેવું રૂ. ૨.૧ ટ્રિલિયન છે. જિયોનો મૂડી ખર્ચ ૨૦૧૯નાં નાણાકીય વર્ષમાં રૂ. ૬૭,૦૦૦ કરોડ હતો. જ્યારે તેની આવક તેટલી નથી.