Anil Ambani, chairman of the Reliance Anil Dhirubhai Ambani Group, arrives to attend the company's annual general meeting in Mumbai, India, September 30, 2019. REUTERS/Prashant Waydande

ભારતીય ફાયનાન્સીયલ સર્વિસ કંપની રીલાયન્સ કેપીટલ લીમીટેડ લેન્ડીંગ બિઝનેસમાંથી હટી જશે તેવી જાહેરાત ગૃપના ચેરમેન અનિલ અંબાણી દ્વારા કરવામાં આવ્યા પછી કંપનીના શેરના ભાવ બે દાયકાના સૌથી નીચા થયા હતા.
કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે ક્ષેત્રીય ધીરાણ કટોકટી તથા અર્થતંત્રની મંદીના કારણે નોન-બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીને થયેલા નુકશાનથી આવો નિર્ણય લેવાયો છે.
ગત જૂનમાં અોડીટરોએ કંપનીની એકાઉન્ટીંગ પદ્ધતિ તથા પાર્ટી ટ્રાન્ઝેકશન સંબંધિત સ્પષ્ટતાના અભાવ સહિત ચોથા ક્વાર્ટરના પરિણામો સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
રીલાયન્સ કેપીટલ હાલમાં રીલાયન્સ મનીના નેજા હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગો તથા રીલાયન્સ હોમ ફાયનાન્સના નેજા હેઠળ આવાસ ધીરાણ કરે છે. ગત વર્ષે કંપનીના આવકનો 15 ટકા હિસ્સો આ બંને ક્ષેત્રનો હતો. ધીરાણ ઉપરાંત રીલાયન્સ કેપીટલ એસેટ મેનેજમેન્ટ અને સામાન્ય વીમાના ધંધામાં પણ હિત ધરાવે છે. જો કે કંપનીએ આ વર્ષે રીલાયન્સ નીપોન લાઇફ એસેટ મેનેજમેન્ટમાં હિસ્સો ઘટાડી રાખ્યો છે.