રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના હાલના અને આગામી ડિજિટલ સેવા પ્લેટફોર્મ માટે એક પેટાકંપની બનાવવાનું નક્કી કર્યું છે. તેમાં રિલાયન્સ 1.08 લાખ કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 65 હજાર કરોડની હિસ્સેદારી પણ આ નવી કંપનીમાં શિફ્ટ કરાશે. 31 માર્ચ 2020 સુધીમાં રિલાયન્સ જિયોને સંપૂર્ણપણે દેવામુક્ત કરવાનું આયોજન છે.આ અંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આ એક રીતે બજારમાં મોટાપાયે પરિવર્તન લાવનાર ડિજિટલ પ્લેટફોર્મ હશે. આ માટે વૈશ્વિક ભાગીદારી કરાશે. રિલાયન્સના શેર હોલ્ડરોને પણ તેમાં રોકાણની તક મળશે.