Getty Images)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજ માટે જાણીતી અભિનેત્રી રીયા સેને તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેને બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ મળી નથી. તાજેતરમાં રીયા સેને ઇન્ડસ્ટ્રીમાં બનેલી પોતાની બોલ્ડ ઇમેજ સામે જ વાંધા ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે તે સ્ક્રીન પર ખુદને બોલ્ડ અંદાજમાં જોતી હતી ત્યારે તે વિશ્વાસ નહોતી કરી શકતી. તેને ખુદને બોલ્ડ, સેક્સી કહેવા પર ખૂબ ખરાબ લાગતું હતું.

રીયાએ કહ્યું કે તેના માટેનો તે સમય કેટલો ભયાનક હતો. તાજેતરમાં રીયાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની બોલ્ડ ઇમેજ વિશે ખુલીને વાત કરતાં જણાવ્યું કે, તેને 16 વર્ષની ઉંમરમાં જ બ્રેક મળી ગયો હતો. તે ફાલ્ગુની પાઠકના એક વીડિયોમાં જોવા મળી હતી. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં ઓફર પણ મળી.

એક મીડિયા રીપોર્ટસ પ્રમાણે રીયાએ કહ્યું કે, થોડી ફિલ્મો કર્યા બાદ મને સમજાયું કે તે થોડી હિટ ફિલ્મો પછી આ કામ નથી આવી રહ્યું. હું આવી ભૂમિકા કરવામાં સ્વયંભૂ નહોતી. કદાચ તેથી જ લોકો મને ખરાબ અભિનેત્રી માનતા હતા, હું તેમને દોષી ના માની શકું. રીયાએ કહ્યું કે, સેક્સી અને બોલ્ડ જેવા ટેગ મળવા પર મને બહું ખરાબ ફિલ થતું હતું. જ્યારે હું સ્કૂલમાં હતી, ત્યારથી જ મને આવા ટેગ મળવાનું શરૂ થઇ ગયું હતું.