દિલ્હી ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘે ભાજપને એક સારી શીખ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હમેશા ભાજપની મદદ કરી શકતા નથી. ભાજપે સંગઠનનું ફરીથી પુર્નગઠન કરવું પડશે, જેથી વિધાનસભા સ્તરની ચૂંટણી માટે સ્થાનિક નેતા તૈયાર કરી શકાય. મુખપત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ ખરાબ ઉમેદવાર માત્ર એટલા માટે સારો હોવાનો દાવો ન કરી શકે કારણ કે તે જે પાર્ટી સાથે જોડાયેલો છે તે સારી છે. જોકે સત્ય એ છે કે જે ખરાબ છે તે ખરાબ જ રહેશે.
ઓર્ગેનાઈઝરમાં ડેલી ડાઈવર્ઝમેન્ટ મેન્ડેટ શીર્ષકથી લેખ છપાયેલો છે. તે મુજબ દિલ્હીના બદલાતા ચિત્રમાં જ જવાબ છપાયેલો છે. ભાજપ માટે શાહીન બાગનો મુદ્દો નિષ્ફળ રહ્યો હતો. તેનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલે જ તેને ખત્મ કરી દીધો હતો. આ સિવાય કેજરીવાલ ભગવાના નવા અવતારમાં જોવા મળ્યા હતા.
લેખમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના બહાને પ્રયોગ કરવામાં આવેલા મુસ્લિમ કટ્ટરપંથનું જિન કેજરીવાલ માટે એક નવા પરિક્ષણનું આધાર બની શકે છે. હવે કેજરીવાલ આ ખતરાનો સામનો કઈ રીતે કરશે ? તે હનુમાન ચાલીસાથી કઈ રીતે અંતર બનાવશે ? અગાઉ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે હિન્દુવાદી રાજકારણના પગલે કેજરીવાલે પોતાનો ટ્રેન્ડ બદલવો પડશે.
લેખમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દિલ્હી યુનિટ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું. જે રીતે તમે આપે 62 બેઠકો જીતીને વિપક્ષનો સફાયો કર્યો, તેને જોતા ભાજપે રુટ લેવલે ફેરફાર કરવા પડશે. દિલ્હીની કારમી હાર બાદ ભાજપે અડચણ બનેલા તેના જનરલ સેક્રેટરીઓ વિશે પણ વિચારવું પડશે. દિલ્હીના ભાજપ પ્રમુખ મનોજ તિવારીને તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને જનરલ સેક્રેટરી બી એલ સંતોષ ઠપકો આપી ચુકયા છે.