આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં રોમાંચક અને રોમાંસનું પૂર્ણ મિક્ષણ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ સડક 2 ના ટ્રેલરને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ટ્રેલર પર લાઇક્સ કરતા વધારે ડીસ્લાઇક આવ્યા છે.

સડક 2 પર આવેલા ચાહકોની પ્રતિક્રિયા જોઈને એમ કહી શકાય કે તેઓ ટ્રેલરથી ખુશ નથી. જણાવી દઈએ કે ટ્રેલર પર અત્યાર સુધીમાં 69 હજાર લાઈક્સ છે તો 7 લાખ 89 હજાર ડીસ્લાઇકસ છે.‘સડક 2’ ના ટ્રેલર પર લોકો કોમેન્ટ સેકશનમાં પણ નારાજ નજર આવી રહ્યા છે. કેટલાક લોકો સંજય દત્તના અભિનયને ‘સડક 2’ માં પસંદ કરી રહ્યા છે, તો કેટલાક તેને સૌથી ખરાબ ટ્રેલર ગણાવી રહ્યા છે.

એક યુઝરે ટ્રેલર પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “એવું નહીં સમજતા કે અમે સંજય દત્ત માટે આવું કરી રહ્યા છે, પરંતુ અમે તો સુશાંત માટે આવું કરીશું.” જણાવી દઈએ કે સડક 2 ની સ્ટોરી 1991 માં આવેલી સડક સાથે જોડાયેલી છે.
આ ફિલ્મમાં જ્યાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ રોમેન્ટિક અંદાઝમાં જોવા મળી રહ્યા છે, તો સંજય દત્ત અભિનેત્રી પૂજા ભટ્ટની સહાયથી પોતાનું જીવન વ્યતિત કરતો જોવા મળે છે.

આ સાથે ટ્રેલરમાં સંજય દત્ત અને આલિયા ભટ્ટ વચ્ચે બદલાની ભાવના પણ જોવા મળી હતી.આ ફિલ્મમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સિવાય જીશુ સેનગુપ્તા, મકરંદ દેશપંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે.

29 વર્ષ પહેલા પણ ‘સડક’ મહેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હતી અને ફરીથી ‘સડક 2’ નું દિગ્દર્શન મહેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. “વિશેષ ફિલ્મ્સ” ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ મુકેશ ભટ્ટે કર્યું છે.