ભારત એ ઘણીબધી વિવિધતાની ભૂમિ છે. ભારતમાં ભાષા સંસ્કૃતિ વંશીય પરંપરા ધર્મ અને પ્રણાલિકાના સંદર્ભમાં અગણિત અોળખ પ્રવર્તે છે. જે ભયપ્રદ અને ગૌરવ એમ બંનેનો મામલો છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રની એક્તા અખંડિતતા સામે ઘણા બધા ભયને પણ સ્થાન છે. રાષ્ટ્રની અોળખ સાર્વભૌમત્વ અને અખંડિતતાની જાળવણીના પાયામાં લોકોના પ્રવર્તતી સમાનતા અને સમભાવ રહેલો છે. આથી જ લોકો તેમને એકસૂત્રીય રાખવાની મજબૂત ભાવના વિના જ રાષ્ટ્રને એક રાખવા મથે તો જ પ્રજાપીડન અને અંધાધૂધી આવી શકે.
તે સ્પષ્ટ છે કે આપણા સમાજમાં પ્રવર્તે છે તેવી અસમાનતા જો અન્ય દેશમાં પ્રવર્તે તો તેનાથી વ્યાપક હિંસા અને અશાંતિ સર્જાઇ શકે. ભારત એ આજે વિશ્વ અોછામાં અોછા પોલીસતંત્ર વાળો દેશ છે. ભારતમાં માથાદીઠ પોલીસનું પ્રમાણ વિશ્વના મોટાભાગના દેશોની સરખામણીમાં અોછું છે. જો તમે લોકો તરફ નજર દોડાવશો તો જણાશે કે જે વિક્ટ સ્થિતિનો તેઅો સામનો કરે કરે છે તેમ છતાં તેઅો હજુ પણ ચોક્કસ શાંિત, ગૌરવ અને માનની ભાવના સાથે વર્તી રહ્યા છે.
ઘણી બધી સમસ્યાઅો અને વિરોધાભાસ છતાં જો વિશ્વ ઝડપતી વિકસતા ભારત તરફ નજર દોડાવતું હોય અને ભારત વિકસિત રાષ્ટ્રોની હરોળમાં જોડાવાના આરે હોય તો તેના માટે ભારતીય ભૂમિ અને પ્રજામાં પ્રવર્તમાન સમૃદ્ધ આધ્યાત્મિક પ્રક્રિયાના વારસાના યોગદાનને નકારી શકાય તેમ નથી. સેંકડો વર્ષોના વિદેશી શાસન તથા આક્રમણ ખોરો દ્વારા વેરવિખેર અને વિનાશ છતાં ભારતીય પ્રજા અને સમાજ તેની શાંત આત્મસંતોષ અને એખલાસની ભાવના ધરાવે છે. જે સ્પષ્ટપણે કાળજી પૂર્વકની આધ્યાત્મિક પ્રક્રિયાના ફળસ્વરૂપ છે.
ભારતના ઇતિહાસે આ હકીકત સ્પષ્ટ કરેલી જ છે. ભારતના રાજાઅોએ જે રીતે હાથ ફેલાવીને પારસીઅો મિશનરી, ખ્રિસ્તીઅો, યહુદીઅો અને અન્યોને ઉષ્માભેર આવકાર્યા હતા તેનાથી વધુ નક્કર વ્યસાવિક્તા બીજી કઇ હોઇ શકે. ભારતમાં સૌ કોઇને આવકાર અને સમાવેશ એ એકલદોકલ નહીં પરંતુ સમસ્ત ઇતિહાસ આ હકીકતથી અંકિત છે. ઘરઆંગણાના ધર્મની વધુ પડતી મહત્વાકાંક્ષા ભૂમિની ધાર્મિક પ્રક્રિયાઅોને આ જ ઢબે આયોજીત થવા પ્રેરે છે.
જો તમે વિશ્વના ઇતિહાસ તરફ નજર માંડશો તો જણાશે કે ધર્મના નામે કેટલીક અત્યંત ભયપ્રદ બાબતો ઘટી છે. આમ થવાનું કારણ તે છે કે ધર્મ એ મૂળભૂત રીતે તો માન્યતાઅોનો સમન્વય જ છે. અને આથી જ ધર્મો વચ્ચેનો ટકરાવ એ મૂળભૂત રીતે તો કોઇ એકની માન્યતાનો અન્યોની માન્યતા સાથે ટકરાવ છે અને આથી જ જ્યાં સુધી જે તે ધર્મ માન્યતા આધારિત છે ત્યાં સુધી જગતમાં ટકરાવ પણ અનિવાર્ય જ રહેવાનો
આપણે જ્યારે આધ્યાત્મિક પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે તે આધ્યાત્મિક્તા ઝંખનારની આસપાસ કેન્દ્રિત હોય છે. આધ્યામિક્તા ઝંખનાર પોતે કાંઇ જાણતો નથી તેવી દૃઢ માન્યતા પામેલો હોય છે આવી વ્યક્તિને અન્ય કોઇ સાથે કે જીવનમાં અન્ય કાંઇ પણ સાથે ટકરાવ હોતો નથી તે કોઇ માન્યતા માત્ર સાથે જોડાતો નથી તેને તો આત્મજ્ઞાન માટે જ જાણવું હોય છે.
આપણા રાષ્ટ્ર અને વિશ્વ માટે આપણને જે જોઇએ છે તે સમાજના વ્યક્તિગતો અને સંસ્થાઅોમાં વધુ ને વધુ સમાવિષ્ટતા રૂપ છે. સમાવિષ્ટતા એ આધ્યાત્મિક પ્રક્રિયાનું મૂળભૂત સ્વરૂપ જ નહીં પરંતુ જીવનના પાયા અને લક્ષ્યાંક રૂપ છે. જ્યાં સુધી અસ્તિત્વની એકતાની લેશમાત્ર અનુભૂતિ કરી શકતા નથી ત્યાં સુધી વ્યક્તિગતો અને સમાજમાં શાંતિ અથવા એખલાસ આવતા નથી. આવી મૂળભૂત સમજના આધારે જ આપણી સંસ્કૃતિમાં જીવનના તમામ પાસા ગોઠવાયેલા છે. પેઢી દર પેઢીથી અપાતા જીવનના ઉદ્દાત મૂલ્યો પણ અાવા જ પાયા ઉપર ટકેલા છે. કૃષ્ણ, બુદ્ધ કે કબીરના કાળમાં વિસ્તરેલી સંસ્કૃતિ પણ આ જ પાયા ઉપર આધારિત હતી.
આજે એક રાષ્ટ્ર તરીકે આપણે આવા જ તબક્કે છીએ આઝાદીના સાત દાયકા લડાઇ, ઝઘડા, સંઘર્ષ અવિરત પ્રયાસ, બલિદાન, ભ્રષ્ટાચાર ગોલમાલ, અપ્રતિમ સિદ્ધિઅો ગુમાવેલી તકો, ચાર યુદ્ધો અને હવે આતંકવાદના ભયની યાત્રારૂપ રહ્યા છે આટલું બધુ થવા છતાં આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ કે એક રાષ્ટ્ર તરીકે સંપૂર્ણતયા નવી શક્યતાઅોના આરે છીએ.
વ્યાપક જનસમુદાયની ગરીબી, વસ્તુઅોના અભાવ સહિતની લાંબા ગાળાની સમસ્યાઅો ઉકેલવા માટે આવનારા દાયકાઅો મહત્વના બની રહેશે પહેલી જ વખત આપણે માનવતાના એક મોટા સમુહને જીવનના એક તબક્કેથી બીજા તબક્કે લઇ જનારી તકની રાહમાં છે. જો એક રાષ્ટ્ર તરીકે આપણે એકતા, જાગૃતિ અને ધ્યાથી વર્તીશું તો આ એક વાસ્તવિક્તા બની રહેશે. આપણે ભારતીયોની એક પેઢી તરીકે અગાઉ ક્યારેય ન હતી તેવી શકયતાને વાસ્તવિક્તામાં પરિણમાવી શકવાનું સધનશીલ આપણને સાંપડશે. ભારત રાષ્ટ્ર નવી શકયતાઅોના યુગમાં મંડાણ કરે તેવી અભ્યર્થના.
– Isha Foundation