પ્રશ્ન ઃ હું આપણા સૌની આસપાસ હતાશાની અસરને નિહાળું છું, જેમ જેમ આપણે ઉંમરલાયક થઇએ છીએ તેમ તેમ હતાશા આપણા સૌમાં સ્વાભાવિક લાગણી સમાન બને છે અને માનવરૂપનો ભોગ લે છે. દરેક સમયે બનતી રહેતી આ અનિવાર્ય િસ્થતિ સાથે આપણે કેવી રીતે અનુરૂપ થવું?
સદગુરુ ઃ તમે જ્યારે હતાશાને કુદરતી પ્રક્રિયા જાહેર કરો છો ત્યારે કોઇ માર્ગ રહેતો નથી. તમે જ્યારે બાળક હતા ત્યારે આનંદિત રહેવું તમારા માટે સાહજિક હતું. તમે કોઇ હતાશા અનુભવતા ન હતા. આથી જ હતાશાને કુદરતી કે સ્વાભાવિક ના ગણો.
હતાશાનો અર્થ તમે તમારા જીવનના ઉલ્લાસને જાળવી શકવા અસમર્થ છો. તે તમારા શરીરમાં પણ થતું હોય છે. જો તમે હતાશ છો તો તમારું ભૌતિક શરીર કદાચ ઢીલું થઇ ધબ દઇને પડી શકે. તમારા શરીરમાંનું જીવન પણ ઉલ્લાસપૂર્ણ રહેતું નથી કારણ કે તમે તેની સાથે યોગ્ય રીતે કામ પાર પાડતા નથી. તમે બહારનું ઘણું બધું મુર્ખામીભર્યું તમારા શરીરની અંદર લાદી દો છો પરિણામે તમે તમારા જીવનની ઊર્જાને પ્રબળ રાખવા કાંઇ કર્યું જ નથી.
હતાશા એ એક પ્રકારની પીડા છે. જો તમે ઉન્માદપૂર્ણ કે તન્મય થવાના બદલે પીડાદાયી બનો છો તો તે તમારા જીવનની ઊર્જા જાગૃતિમય નહીં પરંતુ ફરજિયાતપણાના બંધનથી જકડાયેલી છે. હતાશા એ બાહ્ય પરિસ્થિતિઓના પ્રત્યાઘાતરૂપ છે. જ્યારે તમે ફરજિયાતપણાના બંધનમાં જકડાઓ છો ત્યારે હતાશા એ સહજ, સ્વાભાવિક કે કુદરતી છે કારણ કે, બાહ્ય પરિસ્થિતિઓ પૂર્ણતયા કે 100 ટકા તમારા કાબૂમાં હોતી નથી. જગતમાં દરેક પળે ઘણું બધું બનતું હોય છે જો આ દરેક બાબતે તમે ફરજિયાતપણાના ભાવથી પ્રત્યાઘાત આપતા રહેશો તો સ્વને ગુમાવીને તમે પોતે દુઃખી અને દયાપાત્ર થઇ જાઓ તે સ્વાભાવિક છે. તમે જીવન સામે જેટલા વધુ ખુલ્લા પડો છો તેટલા તમે વધુ ને વધુ દયાપાત્ર થતા જાઓ છો.
લોકો જ્યારે જીવનને બહારથી સંભાળી શકતા નથી ત્યારે તેઓ જીવનને ટૂંકાવવા અને પાછા હટવાનું શરૂ કરે છે પરંતુ આ સ્થિતિ પણ કાબૂ બહાર જઇ શકે છે, ખરું કે નહીં? તમારામાંનો એક હિસ્સો સતત વિસ્તરણ ઝંખતો હોય છે, તમારે તમારી પ્રવૃત્તિની સરહદો અને વિસ્તારને સતત વધારવો છે. તમારો બીજો હિસ્સો, તમે જેમ ઇચ્છો કે ધારો તે પ્રમાણે થાય નહીં ત્યારે હતાશ થતો હોય છે. આમ તમારી અપેક્ષાઓ નહીં સંતોષતા હતાશા જન્મતી હોય છે. જો શેરબજાર આજે નીચું જાય તો ઘણા બધા લોકો હતાશ થઇ જાય ઘણા બધા લોકો તેમના હાથ ઉપરની કે જમા મૂડીને સ્પર્શ્યા પણ નહીં હોય પરંતુ તેઓ રોજેરોજ શેરબજારના ગ્રાફને ઊંચો જતો જોઇને પોરસાતા હોય છે. હવે જ્યારે શેરબજારનો ગ્રાફ નીચો ઉતરે છે તે સાથે તેમનો મિજાજ પણ બદલાવા લાગે છે. આ તેવું છે કે, તેમનું ધાર્યું થયું નહીં.
લોકો તેમના મિજાજમાં પણ હતાશા જન્માવી શકે છે. આવા લોકો જેને કિંમતી માનતા હોય તેને તમે હટાવી લો તો આ લોકો હતાશ થઇ જતા હોય છે. ઘણા બધા લોકો, ખાસ કરીને સમૃદ્ધ સમાજની તકલીફ તે છે કે, તે લોકો પાસે બધું હોવા છતાં તેમની પાસે કાંઇ નથી. હતાશાનો અર્થ જ ક્યાંક ને ક્યાંક નિરાશા જન્મી કે પ્રસ્થાપિત થઇ ચુકી છે. જો તમે ભારતના કોઇ ગરીબ ગામમાં જાઓ તો ત્યાંના લોકો નિર્ધન હોઇ શકે પરંતુ તેમના ચહેરા પ્રફુલ્લિત હશે કારણ કે તેમની પાસે કાલ સારી જવાની આશા છે. સમૃદ્ધ સમાજમાં આવી આશા જતી રહી છે. કારણ કે બહારથી જેનો વપરાશ થઇ શકે તેમ છે તે બધું જ નિશ્ચિત કે ગોઠવાઇ ગયેલું છે. આ સમાજમાં ઘર, કપડાં, ખાવાનું અને બધું જ હોવા છતાં કાંઇક ખોટું છે જેની તેમને ખબર નથી.
એક ગરીબ માણસ એવું વિચારે પણ ખરો કે કાલે જો મને નવા જૂતાં મળશે તો બધું સારું થઇ જશે. અને જો તેને નવા જૂતા મળે તો તે તેના ચહેરા ઉપર ભરપૂર આનંદ સાથે રાજાની માફક ચાલશે પણ ખરો કારણ કે તેને આશા છે. તેના જીવનમાં બહારનું કાંઇ જ નિશ્ચિત કે ગોઠવાયેલું નથી. જ્યારે સમૃદ્ધ સમાજમાં બહારનું બધું જ નિશ્ચિત છે પરંતુ તેમના આંતરિક જગતમાં કશું નિશ્ચિત નથી આથી જ નિરાશા અને હતાશા ગોઠવાતી હોય છે.જ્યારે આપણે બાહ્ય મોરચા ઉપર કામ કરતા હોઇએ ત્યારે આંતરિક મોરચે પણ બધું જ ગોઠવવું રહ્યું. આમ થશે તો જગત સુંદર લાગશે. આપણે જેને આધ્યાત્મિક પ્રક્રિયા કહીએ છીએ તે પણ આવી જ છે. તમારે તમારા જીવનની તમે જે થકી છો તેની નિશ્ચિતતા હેતુપૂર્ણ પાસાથી નહીં પરંતુ વિષયવાર કાળજી લેવાની છે. જો આવી કાળજી નહીં લેવામાં આવે તો તમારી પાસે બધું જ હોવા છતાં તમારી પાસે કાંઇ જ નહીં હોય તેવી સ્થિતિ સર્જાશે.
– Isha Foundation