સદ્ગુરુઃ આપમેળે ક્રમશઃ બદલાઇને વધુ સારી શકયતા પરિણમે તેને પરિવર્તન ઉત્ક્રાંતિ કે ઇવોલ્યુશન કહે છે. ચાર્લ્સ ડાર્વિન કહી ગયા છે કે આપણે બધા વાનરો હતા. કાળક્રમે પૂંછડી ગાયબ થતા આપણે માણસ બન્યા વાનરમાંથી માનવ સુધી ઉત્ક્રાંતિની વાત તો આપણે જાણીએ છીએ. જ્યારે તમે વાનર હતા ત્યારે તમે માનવ બનવાનું પસંદ કર્યું ન હતું. કુદરતે આ ગતિવિધિ અને પરિવર્તન આપણા ઉપર લાદી દીધું હતું. જ્યારે તમે પ્રાણી સ્વરૂપમાં હો ત્યારે પણ પરિવર્તન ઉત્કાંતિ કે ઇવોલ્યુશન થતું જ રહેતું હોય છે. તમારે તેમાં જોડાવાનું હોતું નથી પરંતુ એક વખત તમે માનવી બનો છો અને જાગૃતિનું ચોક્કસ સ્તર તમારામાં આવી જતું હોય છે તે પછી બિનજાગૃત પરિવર્તનને અવકાશ રહેતો નથી તમે જાગૃતપણે ઇચ્છો તો પરિવર્તન ફેરફાર ઉત્ક્રાંતિ કે ઇવોલ્યુશન થતું હોય છે.
જો તમે ઇવોલ્યુશન પરત્વે જરૂરી સભાનતાથી જાશો તો તમે અનુભવશો કે આપણે જીવન જીવવાની પ્રક્રિયા કે જીવન પ્રક્રિયા એ ચોક્કસ માંગ ચોક્કસ અપનાવવા ચોક્કસ ફેરફાર થકી-આપણા અંતિમ સ્વરૂપમાં પરિણમે છે.
આપણા સ્વયંનો ભાવ તે સ્વરૂપ એવું હોય છે અંતિમ વળાંકે જવા ઝંખે છે. જે ગમે તે સ્વરૂપે હોય. આ કે પેલું તે અંગેનો વળાંક કે ફેરફાર હોય છે. પરંતુ અંતિમ કે હવે પછી તો માત્ર આ અને આ જ છે. આ વાત પહેલી દૃષ્ટિએ ભલે બિન રસપ્રદ લાગે પરંતુ માત્ર આ અને આ એ રસપ્રદ છે જ્યારે આ અને માત્ર આ અે એટલું બધું રસપ્રદ લાગતું નથી કારણ કે તમે તેના તરફ તમારા વર્તમાન સંદર્ભમાં નિહાળતા હો છો. વાસ્તવમાં તે કેવું હોઇ શકે તેમ હોતું નથી.
તમે ઇવોલ્યુશન તરફ અન્ય સંદર્ભથી જોઇ શકતા નથી કારણ કે તમે માત્ર વિચારી અનુભવી સમજી અને તમે છો તે દિશા કે વળાંકમાં તેને મૂકી શકો છો. તમે ઇચ્છો તે કરો પરંતુ અન્ય કોઇ વળાંકને ચાખી શકતા નથી. તમે જેટલા વધારે પ્રયાસ કરો છો અને તમે ચાખી શકતા નથી તેમ તેમ તમારો તલસાટ કે ઇચ્છા વધારે પ્રબળ બનતી હોય છે. તમે આ સ્થિતિને તોડી વિખેરી અને આગળ જ્યાં માંગતા હો છો.
આ માનવીય વિચાબણા – દુર્દશા છે. આ કાંઇ મારૂં સંશોધન નથી. કુદરત તો ચીમ્પાન્ઝીમાંથી માનવસર્જન સુધીની કાળજી લે છે. હું તો માત્ર માનવ તલસાટના અન્ય કશાકમાં બદલાવ માટેની કાળજી લઇ રહ્યો છું. બધું જ બદલાવું જોઇએ તે જીવનનો વિચાર છે. આપણે તો માત્ર જીવનના વિચારની સરભરાનો પ્રયાસ કરીએ છે. જો આપણે જીવન પ્રક્રિયાનો પ્રયાસ કરીએ જો આપણે જીવનપ્રક્રિયાની સરભર ના કરીએ તો આપણે તેનો થકી કચડાઇ જઇશું બીજું કાંઇ થશે નહીં કારણ કે તે વધારે ભારેખમ પરિબળ છે. આપણે તેની સાથે લડી પણ શકતા નથી આ તો આપણે તેની સાથે આગળ વધતા રહેવું પડે તેવું કાંઇક છે. તે ક્યાં શરૂ થશે અને ક્યાં તેનો અંત આવશે તે તમે જાણતા નથી પરંતુ તેની ગતિવિધિ ચાલુ છે.
દરેકને આગળ વધવાનો તલસાટ છે તેવા ભારેખમ પરિબળના ધબકારાને ડાર્વિને અનુભવ્યા અને તેને પોતાની રીતે સમજાવાનો પ્રયાસ કર્યો જે આગળ જઇને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની થીયરી બની.
પરંતુ ડાર્વિન મૂળભૂત રીતે એમ કહેતો રહ્યો છે કે સમગ્ર જીવન પ્રક્રિયા બાબત પરત્વે તમે તમારી જાતને એક કોષીય જીવ તરીકે જુઅો. હવે તે એવા તબક્કે પહોંચેલ છે કે તમે સપાટી ઉપર તરી રહ્યા છો. હવે તમે એવા તબક્કે પહોંચ્યા હો તો તમે પરિવર્તનની આ પ્રક્રિયાને ઝડપી બનાવવા તમારી ક્ષમતાનો ઉપયોગ કરશો.
કુદરતમાં હાલમાં પરિવર્તન ફેરફાર ઉત્ક્રાંતિ કે ઇવોલ્યુંસન જે ઝડપે થઇ રહેલ છે તે ઝડપે તમે આગળ વધવા માંગતા નથી. આધ્યાત્મિક પ્રક્રિયા એ જીવનની ઇચ્છાને વધારવાની વાત કરે છે. આપણે જીવનની ઇચ્છા અન્ય શકયતામાં આગળ વધે તેવી અટકળો કરતા હોઇએ છીએ. જીવવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો તમે જનીનિક પરિવર્તન ફેરફાર ઇચ્છો છો. જો તમે જીવનકાળમાં મુક્તિને જાણવા ઇચ્છતા હો તો તમારે ચોક્કસપણે પરિવર્તનની જરૂર છે કારણ કે તે લાંબા ગાળાની પ્રક્રિયા છે.
જ્યારે તમે ચોક્કસ જગ્યા, અને તમે છો તેનાથી વધુ શકયતા બની શકે તેવા લાગતી ચોક્કસ ઉર્જામાં તમે બેસો ત્યારે માત્ર બેસી જ રહેવાનો સમય છે. તે સમયે કાંઇ પૂછવાનું રહેતું નથી. જો તમે બેસી જ રહેશો તો એક વળાંક કે દિશાથી અન્યત્ર ઝડપથી બદલવાના કે જવા માટેનું જરૂરી પોષણ તમને મળી જ રહેશે અને એક વખત તમે ચોક્કસ શકયતાના સ્તરે પહોંચો છો ત્યારે તે દિશા કે વળાંક જે કાંઇ શકય હશે તે બધું જ તમારી સાથે થશે. ધ્યાન ધરવા મંદિરે જવા કે ગુરુના સાનિધ્યમાં બેસવાના સમયે કાંઇ પૂછવાનો સમય હોતો નથી. આ સમય તો આત્મસ્તાત કરીને વધુ સારી શકયતામાં તમારી જાતને લઇ જવાનો છે.
– Isha Foundation