સદ્ગુરુઃ હોંશિયારી અને ઉંચી કક્ષાની સમજશક્તિ એ અલગ બાબતો છે. 25 વર્ષ પૂર્વે તમે કોઇને ઉંચી કક્ષાની સમજશક્તિવાળો બુદ્ધિશાળી કહેતા હશો પરંતુ આ પરિભાષા આજકાલ અલગ થઇ ગઇ છે. તમે ઉમદા સમજશક્તિવાળા બુદ્ધિશાળી હો તો પણ આજે કોઇ તેની દરકાર કરતું નથી. આજે તો તમે હોંશિયાર કે સ્માર્ટ છો કે નહીં તે જ ધ્યાનમાં રાખે છે જો તમે આજના જમાના પ્રમાણેના સ્માર્ટ હશો તો તમે તમારો રસ્તો આપમેળે જ કરી લેશો પરંતુ ઉંચી સમજશક્તિવાળી બુદ્ધિ જીવિતા એ અલગ છે અને તેનાથી તમે દરવખતે હરિફાઇ જીતી જ જાઅો તેવી ક્ષમતા સ્વયં સાપંડી જ જાય તેમ બનતું નથી. હકીકતમાં તો તમે અન્યો કરતાં ધીમા પુરવાર થાઅો છો કારણ કે તમારી બુુદ્ધિજીવિતા તમારા દ્વારા ભરાતા ડગલેને પગલે તમને અન્ય ઘણી બધી બાબતો ગ્રહણ કરાવતી હોય છે.
જો તમે હોંશિયાર છો તો તેનો અર્થ તમે ગમે તે રીતે પરિસ્થિતિને તમારા પોતાના લાભ માટે તમારી રીતે મજબૂત બનાવી છે. જે તે સમાજ, સમય સંજોગો અને જનસમૂહ પ્રમાણે અલગ અલગ પ્રકારના લોકો હોંશિયાર ગણાતા હોય છે.
ચાલો હું તમને એક વાર્તા કહું. એક સમયે એક હોંશિયાર શ્વાન હિંમત કરીને જંગલમાં ઉંડે સુધી પહોંચી ગયો. ત્યાં તેણે એક વાઘને જોયો. વાઘે ક્યારેય આ પ્રકારના જીવને જોયો ન હતો. વાઘે તો વિચારી લીધું કે આ (શ્વાન) મારો આજની બપોરનો નાસ્તો થઇ રહેશે. વાઘે ધૂરકાટ શરૂ કર્યા અને શ્વાન તરફ આગળ વધ્યો. શ્વાન હોંશિયાર હતો તેને ભાગવું હતું પરંતુ તે જાણતો હતો જો તે અોચિંતો ભાગશે તો વાઘ થોડીવારમાં જ તેને પકડી પાડીને તેનો કોળીયો કરી જશે. શ્વાને નજર દોડાવીને નજીકમાં જ હાડકાનો ઢગલો જોયો. શ્વાને આ ઢગલાની ફરતે ચક્કર મારી બોલવા માડ્યું, અરે વાહ, આ વાઘો મારો આહાર બને તેમ છે. આટલું સાંભળતાં જ વાઘ ખચકાયો અને પાછો ખસ્યો. ખચકાયેલો વાઘ બોલ્યો, અરે આ તો કોઇ એવા પ્રકારનો જીવ છે જે વાઘનો આહાર કરે છે અને આટલા બધા હાડકાના ઢગલાને પણ આહાર ગણે છે. વાઘ ડરનો માર્યો પાછો હટી દૂર જવા લાગ્યો તે સાથે જ હોંશિયાર શ્વાને ત્યાંથી ધીમે ધીમે લપાતા છૂપાતા પાછા ફરવાની શરૂઆત કરી.
શ્વાન અને વાઘની આ ગતિવિધિને નજીકના ઝાડ ઉપર બેેઠેલો વાનર જોઇ રહ્યો હતો અને તે પોતાના વાનરવેડા કરવાથી બચ્યો નહીં. વાનરે વાઘને કહ્યું શ્વાને તેને (વાઘ) મૂર્ખ બનાવ્યો પેલો જીવ તો શ્વાન હતો, મેં (વાનર) ગામડાઅોમાં તેને જોયો છે. તે તેને કાંઇ કરી શકત નહીં તેનામાં તારા (વાઘ) એક પંજા જેટલી પણ તાકાત નથી. વાઘને પોતે મૂર્ખ બન્યાનો ગુસ્સો આવ્યો અને બોલ્યો શું પેલા મૂર્ખે મને મૂર્ખ બનાવ્યો? ચાલ આપણે તેને પકડીએ. વાનર વાઘની પીઠ ઉપર બેસી ગયો અને વાઘ પેલા શ્વાનની પાછળ દોડવા લાગ્યો.
ભાગીને આગળ વધી રહેલા શ્વાને પાછળ નજર માંડતા જોયું કે વાઘની પીઠ ઉપર વાનર છે અને તેની (શ્વાન) પાછળ આવે છે. હોંશિયાર શ્વાનને શું થયું હશે તેનો ખ્યાલ આવી જતાં તેણે હોંશિયારી બતાવી. અરે ભગવાન પેલો વાનર ક્યાં ગયો? મેં તેને એક કલાકથી વધુ એક વાઘ લાવવાનો આદેશ આપ્યો છે? તે ક્યાં છે?
તમે જગત સાથે આવી હોંશિયારીથી કામ પાર પાડી શકો છો પરંતુ જ્યારે તમારા આંતરમનની વાત આવે છે ત્યારે તમે ક્યાંયના નથી રહેતા કે તમે ક્યાં જઇ શકતા નથી કારણ કે સર્જનના દેખીતાપણા સાથે કામ પાર પાડવું તે એક વાત છે અને સર્જનના સ્ત્રોત સાથે કામ પાર પાડવું તે અલગ વાત છે. અહિંયા તમારી હોંશિયારી કામ આવતી નથી. જ્યારે તમે અને અન્યોની વાત હોય છે ત્યારે તમારી હોંશિયારી સારી વાત છે પરંતુ જ્યારે તમે અને માત્ર તમે હો ત્યારે તમે તમારી જાતને જેટલા વધારે હોંશિયાર પુરવાર કરવા મથો છો તેટલા મૂર્ખ ઠરતા હો છો.
દિવ્યજ્ઞાન એ કોઇ પ્રકારની સિદ્ધિ નથી. દિવ્યજ્ઞાનનો અર્થ તમે તમારા અજ્ઞાનને પાર કરી આગળ વધ્યા છો. તે એક વાસ્તવિક્તા છે જેનો અર્થ તમે કેટલા મૂર્ખ હતા તેનું તમને ભાન થયું છે. આ વાસ્તવિક્તા તો ક્યારનીય હતી જ તમે તેને આજે નિહાળી છે. તમે કેવા મૂર્ખ હતા તે સમજવા માટે ઘણી બધી ઊંચી કક્ષાની સમજશક્તિવાળી બુદ્ધિજીવીતાની જરૂર પડતી હોય છે.
હું એમ નથી કહેતો કેે હોંશિયાર હોવું એ ખોટુું છે. તમે તમારી જાતને અન્યો કરતાં વધારે સારી રીતે કામ કરવા કેળવી શકો છો. પરંતુ તેની મર્યાદીત અસર અને વ્યાપ હોય છે. તમે તેને આંતરમનમાં અપનાવી હોંશિયાર અને થવા મથી શકો નહીં કારણ કે તમે તેમ કરીને તમારી જાતને જ મૂર્ખ બનાવતા હો છો. જો મારી અને તમારી વચ્ચેની વાત હોય તો હું તમારા કરતાં હોંશિયાર હોઉં તે બરાબર હોઇ શકે પરંતુ જો મારા અને મારા વચ્ચેની વાત હોય તો હું મારા કરતાં હોંશિયાર હોઉં કે થવા જાઉં મૂખાર્મીભર્યું છે. જો તમે આધ્યાત્મિક પ્રક્રિયા સાથે હોંશિયારી કરવા જાઅો તો તમારી અજ્ઞાનતા અલગ અલગ રૂપે આવતી જ રહેશે અને તે રીતે અજ્ઞાનતાના એક સ્તરથી બીજા સ્તરની અનંત યાત્રા ચાલુ જ રહેશે. – Isha Foundation