સદ્્ગુરુઃ ઘણા સમયથી હું મારા જીવનમાં ખાલીપાની લાગણી અનુભવું છું, શું આ મારા જીવનની મધ્ય અવસ્થાની કટોકટી છે?
તમારૂં જીવન ક્યારે કટોકટી ન હતું? બાળપણ કટોકટી હતું, કિશોર અવસ્થા કટોકટી હતી, કારકીર્દી માટે ભાગદોડ કટોકટી હતી. મધ્યઅવસ્થા પણ કટોકટી હશે તો તમારૂં જીવન ક્યારે કટોકટી ન હતું. તો તમારૂં જીવન ક્યારે કટોકટી ન હતું. મધ્ય અવસ્થામાં સમતુલા જળવાવી જ જોઇએ. ખરૂં કે નહીં? યુવા અવસ્થાની સમસ્યાઅો પૂરી થઇ અને વૃદ્ધાવસ્થાની સમસ્યાઅો હજુ આવવાની બાકી છે. ત્યારે જીવનની મધ્યઅવસ્થા તમારા જીવનનો શ્રેષ્ઠ ભાગ બની રહેવો જોઇએ પરંતુ તમે તો તેને કટોકટી કહો છો. જીવનની મધ્ય અવસ્થા કટોકટી છે તેવું નથી તમે પોતે જ કટોકટી છો.
જીવનની મધ્યઅવસ્થાની કટોકટી તરીકે જે વીતી રહ્યું છે તે કંઇક અંશે યુવા અવસ્થાની જે તાકાત હતી તે હવે ઘટવા લાગી છે. યુવા અવસ્થામાં તમે ઢંગઘડા વિનાનું બેકાબું જીવન જીવ્યા હો. અને હવે તે તાકાત ઘટવા લાગી છે. તમે વહેલી સવારે ચાર વાગ્યા સુધીની પાર્ટી માણી શકવાના નથી અને પછી તેને મધ્ય અવસ્થાની કટોકટી કહેવા લાગો છો.
તમે જેને કટોકટી કહો છો તે તો એક ફેરફાર જ છે. ફેરફાર સાથે કેમ કામ પાર પાડવું તે તમે જાણતા નહીં હોવાથી તમે તેને કટોકટી કહો છો. જો તમારે ફેરફાર ના જોઇતો હોય તો તમે તમારી કબર ભેગા થાઅો અથવા તમારે બોધ પામવો રહ્યો. આમ નહીં થાય તો તમે જ્યાં સુધી અસ્તિત્વની ભૌતિક પ્રક્રિયાના ભાગરૂપ છો ત્યાં સુધી ફેરફારો તો થતા જ રહેવાના તમે હાલની પળે શ્વાસ લો છો અને બીજી પળે શ્વાસ બહાર કાઢો છો. શ્વાસોચ્છવાસની આ ક્રિયા પણ ફેરફાર જ છે. જ્યારે તમે ફેરફારનો પ્રતિકાર કરો છો ત્યારે તમે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો પ્રતિકાર કરો છો અને તેમ કરીને તમારા પ્રકારની યાતનાઅોને અનિવાર્યપણે નોંતરી રહ્યા છો.
જીવન એ પરિસ્થિતિ કે પરિસ્થિતિઅો માત્ર છે. કેટલીક પરિસ્થિતિઅોને તમે સંભાળી શકો છો અને કેટલીક પરિસ્થિતિઅોને સંભાળી શકવાનું તમે જાણતા પણ નથી. જો તમે તમામ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવા તેવા પ્રકારનું જીવન તમે જીવતા હો તો તમે કંટાળાથી મૃત્યુ પામશો પરંતુ હવે પછી આવનારી પરિસ્થિતિને પણ કેવી રીતે સંભાળવી તે તમે જાણતા નહીં હો તો તેવી સ્થિતિ આવતાં જ તમે ઉત્તેજીત થશો અને તે કટોકટી છે. તેમ વિચારવા લાગશો. આવા સંજોગોમાં કંટાળો અથવા કટોકટી એમ બે જ વિકલ્પો છે જીવનને તમે બંને બાજુએથી ગુમાવો તેવું બેવડું અથડામણકારી ના બનાવો. જ્યારે તમે સંભાળી ના શકો તેવી સ્થિતિ નિર્માણ પામે ત્યારે તમારે તમારા શરીર, મગજ, લાગણી અને ઉર્જાને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે આયોજીત કરવી રહી જેથી કરીને ઉદ્દભવેલી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તે જાણી સમજીને આગળ વધી શકાય. પરંતુ તમે તમારા આ તમામ પાસાઅોને યોજના બદ્ધ બનાવવા નથી ઇચ્છતા કારણ કે આ તમામ પાસાં (શરીર, મગજ, લાગણી, ઉર્જા) નક્કર બ્લોક જેવા બની ગયા છે અને તે બદલાવા માંગતા નથી.
જ્યારે તમે 40 વર્ષના થાઅો અને તેમ છતાં તમે 18 વર્ષના હો તે રીતે જીવનમાં આગળ વધવા માંગતા હો તે 40 વર્ષની વય પણ તમને કટોકટી લાગશે. હકીકતમાં 40 વર્ષ, 80 વર્ષ કે મૃત્યુ પણ કટોકટી નથી. આ તો જીવનની સાહજિક રીતે થતી કુદરતી પ્રક્રિયા છે. તમે જીવનના એક તબક્કાથી ટેવાઇ ગયા હો એટલે બીજો તબક્કો તમને કટોકટી જેવો લાગતો હોય છે. હકીકતમાં કટોકટી જેવું કાંઇ હોતું નથી. તમારા જીવનમાં પ્રવર્તતી આ પરિસ્થિતિઅો હોય છે. જીવન તો બદલાતું જ રહેશે. જીવન તમે ઇચ્છો છો તેમ બદલાય છે કે આડેધડ બદલાય છે તે જ પ્રશ્ન માત્ર છે.
જીવન ગમે તે માર્ગે બદલાય પણ સ્થગિત જીવન કરતાં તો સારૂં જ હશે કારણ કે જીવન સ્થગિતતા સહી ના શકે મધ્યવય કે મીડલાઇફ કટોકટીનો અર્થ જ મારૂં જીવન સ્થગિત બંધિયાર કે નિષ્ક્રિય થયું છે. ઘર ઘરવખરી પતિ પત્નિ બાળકો સહિત બધું જ એનું એ જ છે. તે તો તમે બાંધેલું માનસિક તારણ છે. વાસ્તવમાં તો અસ્તિત્વમાં છે તેમાં રોજેરોજ હરપળે કાંઇક બદલાવ થતો જ હોય છે. કશું જ બંધિયાર કે નિષ્ક્રિય નથી. તમારા શરીરમાં કે બહાર બધું જ બદલાવની સતત પ્રક્રિયા છે. જો તમે જીવન સાથે સંકળાશો તો જીવન તમને ક્યારેય કટોકટી લાગશે નહીં. તમે માત્ર તમારા વિચારો અને લાગણી સાથે સંકળાયેલા હોવાથી જીવન તમને કટોકટી લાગે છે. જો કે તે કટોકટી છે તે સારૂં છે કારણ કે આમ ના થાત તો તમે ક્યારેય જુઠાણામાંથી બહાર નીકળવા મથશો જ નથી. તમે સારા માટે જુઠ્ઠાણાના કુંડાળામાં જ ગોઠવાઇ જશો. કટોકટી એ કરુણાંતિકા કરતાં સારી છે. જો તમે તમારા શેષ જીવનમાં તમારા પોતાના વિચારો અને લાગણી પ્રમાણે જીવતાં જીવતાં તમે શું કરો છો તે સમજો નહીં તો તે કરુણાંતિકા છે અને તેવા સંજોગોમાં કટોકટી સારી કહેવાય કારણ કે કટોકટી તમને જગાડે છે. જ્યારે કરૂણાંતિકા તો તમને પતાવી દે છે.
હાલ તમારે તે સમજવાની જરૂર છે કે કટોકટી એ તમારૂં સર્જન છે. કટોકટીએ કુદરત, અસ્તિત્વ કે કોઇક પ્રકારના સર્જન થકી નથી પરંતુ તે કટોકટી તમે જાતે જ ઉભી કરેલી હોય છે. જો તમે આ નહીં સમજો તો તમે કટોકટી ઉભી કર્યે જ જવાના છો. કટોકટીને તમે જ ઉભી કરી છે તેમ જો તમે સમજશો તો તમારે તેને અટકાવવાની જરૂર નથી તે (કટોકટી) આપમેળે જતી રહેશે. – Isha Foundation