પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ તેમના જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઅો વેઠવી પડી હતી અને તમારા કિસ્સામાં પણ આમ જ હોય તેમ લાગે છે.
સદ્્ગુરુ- શીવને ક્યારેય કોઇ પ્રતિકૂળતામાંથી પસાર થવું પડ્યું ન હતું. એવી પરિસ્થિતિ જન્મી હતી કે જ્યારે તેમણે તેમના વ્હાલા પત્નિ સતીને ગુમાવ્યા ત્યારે તેણીના વસમાં વિરહના કાળમાંથી શીવ પસાર થયા હતા પરંતુ થોડા સમય પછી તેઅો ફરી સ્વસ્થ થઇ ગયા હતા. આવું બધા જ સાથે બનતું હોય છે. જ્યારે તમે તમારા પ્રિય આપ્તજનને ગુમાવો છો ત્યારે તમે થોડા સમય પૂરતા શોકમગ્ન થાઅો છો પરંતુ સમય જતાં બધું થાળે પડીને જીવન રાબેતા મુજબનું થઇ જતું હોય છે. શીવની સાથે પણ આમ જ બન્યું હતું તેમાં કોઇ મોટી વાત નથી. કૃષ્ણના જીવનમાં પણ ઘણી બધી સ્થિતિઅો સર્જાઇ હતી અને મારા જીવનમાં પણ ઘણું બધું ઘટી ગયું છે. પરિસ્થિતિ વિકટતમ સર્જાઇ શકે છે પરંતુ તેમાં યાતના હોતી નથી. ગમે તે બને પરંતુ તે સ્થિતિ તમને ભાંગી પડતી નથી કે તમને પાંગળા બનાવતી નથી.
હવે પ્રશ્ન તે ઉદ્્ભવે છે કે કૃષ્ણ, શીવ જીસસ કે મારી સાથે આવી સ્થિતિઅો કેમ જન્મી? જ્યારે તમે જગતમાં ચોક્કસ માર્ગે આગળ વધવાનું કે જીવવાનું પસંદ કરો છો ત્યારે તમે જગતના કાનુનથી બંધાઇ જાઅો છો. અહિયાં હું માનવસર્જીત કાનૂનની વાત નતી કરતો. જ્યારે તમે ભૌતિક દેહ ધારણ કરો છો અને જગતમાં કોઇ ભૂમિકા અદા કરવા લાગો છો ત્યારે શારીરિક કે ભૌતિક અસ્તિત્વને નિયંત્રિત કરતા કાનૂનનથી તમે પણ સંચાલિત થવા લાગો છો. આ જ કારણોસર કૃષ્ણ, ગૌતમ બુદ્ધ ધર્મની અને અમે મૂળભુત યોગિક સિદ્ધાંતની વાતો કરીએ છીએ કારણ કે આ જ સિદ્ધાંતો અને ધર્મ એ જીવનના ભૌતિક કે શારીરિક કદ વિસ્તારનું માર્ગદર્શક પરિમાણ છે. ભગવાન એ ઉપર બેસીને આ બધાનું સંચાલન કરે છે. તેવું કાઇ નથી. આ બધું તો ચોક્કસ કુદરતી શારીરિક કે ભૌતિક કાનૂન અને પદ્ધતિ પ્રમાણે થતું જ રહેતું હોય છે, જ્યારે તમે કોઇ કદ, વિસ્તાર કે પરિમાણમાં દાખલ થાઅો છો ત્યારે જે તે કદ વિસ્તાર પરિમાણના કાનૂન કે નિયમો તમે ગમે તે હો તો પણ તે તમને લાગુ પડતા હોય છે. તમે કદાચ કૃષ્ણ હો, કે કદાચ શીવ હો કે પછી સદ્્ગુરુ હો પરંતુ જો તમે ઝેર પીઅો છો તમે મરવાના જ છો. કદાચ એવું બની શકે કે જો એવી સ્થિતિ નિર્માણ થાય તો મે જે તે ચોક્કસ સ્થિતિને તમારી ક્ષમતા પ્રમાણે પચાવી શકો પરંતુ તેમ છતાં તમારે તેની કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે અને તમે તેમાંથી બચી કે છટકી શકતા નથી. જો તમે છત ઉપરથી પડો છો. ત્યારે તમે ગમે તે હો પરંતુ તમારા શરીરનું એકાદું હાડકું તો ભાંગતું જ હોય છે કારણ કે તમે શારીરિક કદ વિસ્તારમાં સ્થાન પામવાનું પસંદ કરેલું છે. જો તમારે એવી સ્થિતિની ઇચ્છા હોય કે જેમાં તમે ગમે ત્યાંથી પડો અને છતાં તમને કાંઇ ના થાય તો તમારે એ દેહધારી પણાથી વિમુખ થવું પડે પરંતુ જ્યાં સુધી તમે આ ભૌતિક શરીર કે દેહ ધરાવો છો ત્યાં સુધી તમને ભૌતિક્તા કે શારીરિક કાનુન લાગુ પડવાના જ છે. આ જ બાબત અન્યત્ર પણ લાગુ પડે છે. જ્યારે ચમે જીવનના ભૌતિક અને અન્ય તમામ પાસાને માણી ચૂકો છો ત્યારે મુક્તિનો તલસાટ જન્મતો હોય છે.
જ્યારે તમે ભૌતિક જગતમાં હો છો ત્યારે ઘણી બધી ભૌતિક મૂર્ખામીઅો તમને આમ તેમ ફંગોળતી હોય છે. જો તમે સ્વર્ગીય દિવ્ય જગતમાં હો છો તો પણ આજ સ્થિતિ નિર્માણ થવાની છે આ બધું જ જાણીને સમજીને શાણો માણસ મુક્તિ માંગતો હોય છે તમને કોઇ આમતેમ ફંગોળે નહીં તે સ્થિતિ તમે ઇચ્છો છો. જો તમને કોઇ આમતેમ ના ફંગોળે તેવું કાંઇ ના હોવું જોઇએ તેમ તમે ઇચ્છતા હો તો તમારે ક્યાં તો કશું જ નહીં અથવા સર્વેસર્વા બની રહેવું પડે. જો જો તમે સરહદ વિનાના સર્વેસર્વા બનો છો તો તમને કોઇ આમ તેમ ફંગોળતું નથી. પરંતુ જો તમે તમારા આંતરમનમાં સરહદ વિહોણી અવસ્થાને પામી ચૂક્યા હો અને તમે આ શરીરમાં જ રહેવાનું પસંદ કરેલું છે તો તમે ભૌતિક કે શારીરિક કાનૂનથી સંચાલિત જ છો.
આ જ કારણસર મોટાભાગના દિવ્યાત્મા તેમના સ્થૂળદેહમાં રહેતા નથી. એક વખત સરહદવિહોણી અવસ્થાને પાર જવાની સ્થિતિ તેઅો પામી જતા હોય છે. તે પછી તેઅો આ સ્થૂળ દેહને વળગી રહીને જગતની ભૌતિક શક્તિ દ્વારા આમતેમ ફંગોળાવાનું ઝંખતા નથી.
આ તેના જેવું છે કે તમે દેશના વડાપ્રધાન હો અને તમે કોઇ નાના ગામમાં ગયા હો પંચાયતનો વડો કે સરપંચ તમને આગળ ધકેલે તેમ પણ બને. તમામ દિવ્યત્માઅો આવા અનુભવ કરી ચૂક્યા છે. તેમને સરહદવિહોણી અવસ્થાની પણ પાર જવાની શક્તિ છે પરંતુ તેમણે ભૌતિક દેહ ધારણ કરેલો હોવાથી ભૌતિક જગતમાંના ભૌતિક પરિબળો તેમને ઘણી બધી રીતે આગળ ધકેલતા કે ધક્કા મારતા જ હોય છે. કૃષ્ણએ ઘણી બધી વખત આ બધી અવસ્થાને દિવ્ય સ્વરૂપમાં અભિવ્યક્ત કરેલી છે.
તેમણે આ બધી અવસ્થઆને વેઠવાની હોત જ નહીં પરંતુ તેમને ભૌતિક વિસ્તારમાં ધર્મની સ્થાપના કરવાની હતી તે જ કારણે તેમણે ભૌતિક દેહ ધારણ કર્યો અને તેમણે પણ ભૌતિક્તા કે શારીરિક કાનૂનના આધીન રહેવું પડ્યું હતું. ઘણા લોકો તેમની પૂજા કરતા હતા તો ઘણા લોકો તેમની મજાક ઉડાવતા બીકણ કે હિંમત વિહોણા કહીને ગોપાલા પણ કહેતા હતા. પરંતુ તેમણે (કૃષ્ણએ) આ બધું ઉપહાસરૂપે લેવાનું ન હતંું કારણ કે તેમણે ધર્મની સ્થાપનાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
– Isha Foundation