પ્રશ્નકર્તા – આ જગતમાં થઇ રહેલા બધા ગુનાને કોઇ કેવી રીતે સહન કરી શકે?
સદગુરુ – ગુનાને સહન કે સાંખી લેવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી. જો તમે તેને સહન કરી લેશો તો તમે મહામૂર્ખ કે ગાંડા થઇ જશો. તમારે સહન કરવાની જરૂર નથી. તમે તમારાથી બનતું બધું કરતા હો છો. જે કાંઇ બની જાય છે તેને તમે પલ્ટાવીને પૂર્વવત કરી શકતા નથી. હવે એક વાત તે છે કે, જેને વેઠવું પડતું હોય છે તેની તરફ તમે પીડિત તરીકે જુઓ છો પરંતુ જેણે આક્રમકતા દાખવી છે તે પણ પીડિત છે કારણ કે તેણે ઘણી બધી રીતે પોતાની જાતને નીચી પાડી છે. કોઇ પણ માણસ કોઇ પણ કારણસર પોતાની જાતને જાનવરની હદે નીચી પાડતો હોય તેનાથી વધારે ખરાબ કશું જ નથી. આવો માણસ એકાદ ક્ષણ પૂરતો આનંદ કે તાકાતને કદાચ પામે પણ ખરો પરંતુ ઘણી બધી રીતે આ તેના માટે તો કમનસીબ જ છે. આમ આવા કિસ્સાઓમાં એક પીડિત અને બીજો હુમલાખોર તેવું નથી હોતું પરંતુ બંને પીડિત જ હોય છે.
આવું જ હોય તો શું તમે તેમ થવા દેશો? ના, તમે તમારાથી બનતું બધું જ કરીને ગુનાઇત સ્થિતિનું નિર્માણ થવા દેશો નહીં પરંતુ તમે બધું જ બદલી શકવાના નથી જ. તમે કેવા માનવમાત્ર બનો છો તે મહત્ત્વનું નથી. તમે સુપરમેન પણ બની જાઓ તો બાહ્ય જગત ઉપર તમે સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકવાના નથી પરંતુ તમે આંતરિક સ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકશો અને તે હંમેશા શક્ય જ હોય છે. જોકે, હવે ગમે તે કારણોસર બાહ્ય સ્થિતિ કાબૂ બહારની થઇ છે જગતમાં લોકો હત્યા, રેપ અને અન્ય ઘણી બધી ગંદી હરકતો કરતા હોય છે. આવા સંજોગોમાં તમે તમારી આંતરિક સ્થિતિને કાબૂમાં રાખો તેટલું જ પર્યાપ્ત નથી. અત્યારે જો કે, વિચલિત બનીને ખરાબ કૃત્ય કરે અને તે માણસ માટે ગુસ્સા અને ધિક્કારની લાગણી સાથે જો તમે પણ ક્રોધિત અને વિચલિત બનીને તમે પણ પેલા માણસની જેમ વર્તો તે તમારા અને પેલા માણસમાં શો ફરક રહ્યો? જો કોઇ બળાત્કાર કર્યો હોય અને માટે જ તમારે તેની હત્યા કરવી છે તો તમારા અને પેલા માણસમાં ફરક શો રહ્યો? આનો અર્થ એવો પણ નથી થતો કે તમારે તેવી સ્થિતિમાં હાથ જોડીને બેસી રહેવાનું. તમારાથી થાય તે બધું જ કરો પરંતુ તમે ગુસ્સામાં જે કાંઇ કરો છો કે મૂલ્યવિહોણું કે નિરર્થક બની જાય છે.
કમનસીબે મોટાભાગના લોકોના જીવનમાં ભીતિ, ગુસ્સો અને ધિક્કાર અત્યંત આવેશમય સ્થિતિ હોય છે. તેમનો પ્રેમ શાંતિ અને આનંદ આટલા બધા તીવ્ર આવેશમય હોતા નથી આથી જ આવા લોકો નકારાત્મક પરિસ્થિતિમાં તાકાતની અનુભૂતિ કરતા હોય છે. જેવી રીતે તમે ગુસ્સામાં તાકાત અનુભવો છો તેવી રીતે બળાત્કારી કામવાસનામાં તાકાત અનુભવે છે. જ્યારે તે પોતાને અન્ય કોઇની ઉપર ભૌતિકરૂપે લાદે ત્યારે તે (બળાત્કારી) અત્યંત શક્તિશાળી સ્થિતિની અનુભૂતિ કરે છે અને આથી જ તે તેમ કરતો હોય છે. તમે તમારા ગુસ્સે થવા માટે પણ આવું જ વાજબીપણું આગળ ધરતા હો છો પરંતુ તે પેલાના કૃત્યથી અલગ નથી. માત્ર ને માત્ર કૃત્યો અલગ પડ્યા તેમ કહેવાય. આમાં એક કૃત્ય સામાજિક રીતે માન્ય છે અને બીજું અમાન્ય છે. આ સિવાય તો બંને કૃત્યો એક જ માળખા કે પાયામાંથી આવતા હોય છે.
તમે કોણ છો, તમારી ક્ષમતા કેટલી છે અને તમે કઇ પરિસ્થિતિમાં છો તેના આધારે તમારા પ્રતિભાવો નિર્ભર રહેતા હોય છે. તમે દરેક સ્થિતિમાં એક જ પ્રકારના પ્રતિભાવો ના આપી શકો. જો તમારી પાસે તાકાત અને સાધનસ્રોત હોય તો તમે અસરકારક રીતે કાંઇક કરી પણ શકો. જો તમારી પાસે જે તે ક્ષણે પર્યાપ્ત તાકાત અને સાધનસ્રોત ના હોય તો તમે જે તે ક્ષણે શાંત રહીને પછીથી શું થઇ શકે છે તેમ પણ વિચારી શકો છો. પરંતુ વેર અને બદલાની સ્થિતિ કે આવેશમાં આવું થઇ શકતું નથી. આવા વખતે તમે ધિક્કારના બદલે પ્રેમ અને સૌહાર્દથી કેમ આગળ વધી શકતા નથી? તમારી આસપાસ શું જરૂરી છે તેવા વિચારથી તમે બહાર કેમ નીકળી શકતા નથી? તમારું પગલું તમારા ગુસ્સાના બદલે તમારી બુદ્ધિજીવિતાથી દોરવાયેલું હશે તો ઘણી બધી અદભુત ઘટનાઓ બનશે.
પીડિત અને હુમલાખોર બંને તેમના જીવનમાં કોઇ ને કોઇ રીતે નીચે જ ઉતરતા હોય છે. એક પોતાની જાતે જ હિણપતભરી સ્થિતિમાં મૂકાતો હોય છે અને બીજો અન્ય દ્વારા આવી સ્થિતિમાં મૂકાતો હોય છે. શું તમે આ બંને સાથે આવું ના બને તેમ ઇચ્છતા નથી. જો આમ થશે તો જ તમે કહી શકશો કે તમે તમારા પ્રેમભાવનાના આધારે કાર્યરત રહેશો તો તેનાથી સ્વસ્થ જગતનું નિર્માણ થશે નહીં. લોકો તેમની વય, જાતિ, ધર્મ, વંશ કે દેશની ઓળખના આધારે કાર્યરત હોવાથી જ કંગાળ સ્થિતિ નિર્માણ પામતી હોય છે.
જો તમે તમારી ઓળખને અને તમારી બુદ્ધિજીવિતાને વિસરીને કોઇ કામ કરો અને જુઓ કે તમારે આ જોઇતું હતું કે નહીં. જો તમારી લાગણીને વિસરીને કોઇ હિંસક પ્રતિભાવ આપો છો તમે કશું સારું કે ન્યાયિક નથી કરતા અને તેનાથી જગતનું કાંઇ ભલું થવાનું નથી. તમે એક દાનવીયતા કે ખરાબને બીજા ખરાબને અથડાવી કોરાણે રાખો છો. આ કોઇ નિરાકરણ નથી. જ્યારે તમે તમારી ઓળખ અને બુદ્ધિજીવિતાને વિસરીને કોઇ કામ કરો છો ત્યારે વિષમભરી સ્થિતિનું નિરાકરણ આવી શકે.
– Isha Foundation