પ્રશ્ન – સદગુરુ, આપે વિશ્વભરમાં જાગૃતિની લહેર પ્રસરાવવા અંગે કહયું. ઈશાની ભૂમિકા અને જાગૃતિ – સજાગતા અંગે શું તમે વધુ કહી શકશો?

સદગુરુ – આજના જગતમાં જો કોઇ એક અદભૂત ચીજ પહેલી જ વખત શક્ય બની હોય તો તે આપણે વિશ્વના ગમે તે ખૂણે વાતચીત કરી શકીએ. અગાઉ જે શક્ય નહોતું તે શક્ય બનાવતી ટેકનોલોજી આજે આપણી પાસે છે. મને ખાતરી છે કે, આદિયોગીને પણ આજે મારી ઇર્ષા થતી હોત કારણ કે, તેઓ પણ સમગ્ર જગત સાથે વાત કરી શક્યા નહોતા. તેમને તેમના સાત દૂતો મોકલવા પડતા હતા પરંતુ આજે આપણે અહિંયા બેઠા હેઠા દુનિયાના ગમે તે ખૂણે સામેની વ્યક્તિને બહાર નીકળવું પડે નહીં તે રીતે તેની સાથે ઘેર બેઠા વાત કરી શકીએ છીએ. મારે જે કાંઇ ગણગણવું હોય તે સમગ્ર જગતના કાનમાં ગણગણી શકું છું.

આપણે જો ઇશા ઉપર વધુ ભાર લાદીએ તો આમ થઇ શકશે નહીં. આપણે સરકારી માળખા જેવું બનવાનું નથી. હું નથી માનતો કે સંગઠને વધવું જોઇએ. આપણે જે આપવા ઇચ્છતા હોઇએ તે આપવા માટેનું શક્તિશાળી અને અસરકારક માધ્યમ ઇશાને બનાવવા રહ્યા. પરંતુ ઇશાને અમે વિશ્વવિજેતા સંગઠન બનાવવા ઇચ્છતા નથી. આપણે કોઇ મોગામ્બો કે સાંભા નથી.

સજાગતા – જાગૃતિ વધારવાનો અર્થ લોકોને કાંઇક શીખવવાનો નથી. સજાગતા – જાગૃતિ ઊભી કરવાનો કે, વધારવાનો અર્થ લોકોમાં ખોરાક, નાણાં, સમૃદ્ધિ આનંદ જેવી ચીજોથી પણ પર રહીને ભૂખ જન્માવવાનો છે, હાલમાં જે કાંઇ જાણતા હોય તેનાથી વધારે જ્ઞાન પ્રાપ્તિ અને તે માટે સદા તત્પર રહે તે હદે લોકોની ભૂખ વધારવાની. એક વખત તમે લોકોની ભૂખ આટલી હદે ઉઘાડી શકો તો સજાગતા – જાગૃતિ આપોઆપ આવતી હોય છે.

21મી સદીના જગતની આધુનિક ટેકનોલોજી દ્વારા જે ધ્યાન વિચલિત થાય, જે કાંઇ આનંદ પ્રદાન થાય તે સજાગતા વધારવા આડેનો ગંભીર પડકાર છે. પરંતુ તેની સાથોસાથ રાષ્ટ્રો અને માનવ સમાજે પેઢી દર પેઢીથી જે આરામ અને આનંદ ઉપરાંત સગવડો પ્રાપ્ત કરી છે તેના પરિણામે તેઓને તેની આદત અથવા વ્યસન થઇ પડ્યું છે. જો કે, બિલકુલ એવું પણ નથી. નવો સમૃદ્ધ સમાજ જ તેની પાછળ ભાગે છે. બાકીના તો તેનાથી દૂર ભાગવા મથી રહ્યા છે. જગતમાં જે ગતિએ આવી સ્થિતિના મંડાણ થઇ રહ્યા છે તેની આપણે તો ગતિ વધારવાની છે.

પશ્ચિમી સમાજના ઘણા લોકોએ બબ્બે પેઢી સુધી જે કાંઇ સુખ સમૃદ્ધિ અને સગવડો માણ્યા છે તેઓ હવે તેમના વર્તમાન જીવનથી નિરાશ છે પરંતુ તેમણે કઇ બાજું જવું તેની દિશાની તેમને ખબર નથી. એક સમયે વ્યાપક અને પ્રબળ બનેલો હિપ્પી પ્રવાહ પણ એક રીતે તો આધ્યાત્મિક પ્રવાહ જ હતો. તેની ખોટી દિશા, ખોટું નેતૃત્વ અને ખોટા લક્ષ્યાંકો હોવા છતાં તેની મૂળભૂત અપેક્ષા મહત્વાકાંક્ષા સારી જ હતી.

હિપ્પીઓ જીવન ઘડતરના એક પરંપરાગત માર્ગથી દૂર ભાગવા મથતા હતા.પરંતુ ક્યાં અને કોની પાછળ ભાગવું તે જાણતા નહીં હોવાથી તેઓ ખાડામાં દોડી ગયા અને તે પછી તેઓ તેના જેવા વધુ એક પ્રવાહથી સાવધ થયા અને તે સારૂં પણ છે. માનવતા માટે આ એક સતત શીખવાની પ્રક્રિયા છે. જ્યારે પણ આવું કોઇ મોટું મોજું કે પ્રવાહ આવે છે ત્યારે તેને દિશા આપવાનું મુશ્કેલ હોય છે. સુનામી આવે છે ત્યારે તમે તમારી બોટ લઇને સુનામીના મોજા ઉપર સવાર થઇ જ્યાં જવું હોય ત્યાં જઇ શકતા નથી. અને તમે તેમ કરવા જશો તો ગમે ત્યાં પટકાઇ – ફેંકાઇ જશો.

આધુનિક ટેકનોલોજીની મદદથી તમે ટોળામાં નહીં પરંતુ વ્યક્તિગત સાથે વાત કરો તે સારૂં છે અને આ વાતને ઘણા લોકો ઓછી આંકે છે. આપણા આનંદ અલઇ વખતે હું વિશાળ મેદનીની સાથે વાત કરું છું. તેની એક તાકાત છે પરંતુ સામાજિક સ્તરે આપણે લોકો સાથે વ્યક્તિગત ધોરણે વાત કરીએ તે જ સારૂં છે. માનવ જાગૃતિ જગાવવાના આવા કેટલાક માર્ગો છે. ક્યારેક ને ક્યારેક તો એ માર્ગે ગતિ આવશે ત્યારે હું નિરાંતની ઊંઘ લઇશ અને તે અત્યંત શક્તિશાળી તબક્કો હશે. હાલમાં તો હું સક્રિયપણે કાર્યરત છું, હું જ્યારે સૂઇ જઇશ ત્યારે તે ઘણી વિશાળતા પામશે.

હાલમાં તો હું થોડા સમય માટે સૂઇ શકીએ તેવું જરૂરી માળખું (માનવસ્રોત અને અન્ય) આપણી પાસે નથી. આપણે આપણા માળખાને કામે લગાડ્યું છે. હવે સંનિષ્ઠ લોકોની શક્તિશાળી ટીમો બનાવવાની જરૂર છે. આપણે આપણી જાતને અલગ જ સ્તરે સાબદી કરવાની છે. અલગ જ સ્તરનો અર્થ વધુ પગલાં – કામનો થતો નથી તેનો સાદો અર્થ વધુ તીક્ષ્ણ – ધારદાર પગલાંનો થાય છે.
– Isha Foundation