તમારે ક્યા પ્રકારનો આહાર ખાવો જોઇએ તે, તેના વિષે કે તમારા નૈતિક મૂલ્યો વિષે તમે શું વિચારો છો તે નહીં પરંતુ તમારૂં શરીર શું માંગે છે. તેના ઉપર નિર્ભર છે. ખોરાક એ શરીર માટે છે. ખાવાની વાત આવે તો તમારે તમારા ડોકટર કે પોષણ યુક્ત આહારના નિષ્ણાત કે ડાયટીશીયન પાસે જવાની જરૂર નથી કારણ કે આ નિષ્ણાતોનો અભિપ્રાય દર પાંચ વર્ષે બદલાતો હોય છે. ખાવાની વાત આવે તો તમે તમારૂં શરીર ક્યા આહારથી સંતુષ્ટ થશે તે જાણવા પ્રયાસ કરો. જુદા જુદા આહારનો ઉપયોગ કરી તમારૂં શરીર ક્યા ખોરાકથી સંતુપ્તિ અનુભવે છે તે જાણવા પ્રયાસ કરો. જો કોઇ ખોરાકથી તમારા શરીરમાં એદી પણું અનુભવાય અને તમારે કેફીન કે નિકોટીનની જરૂર પડે તો તેવા આહારથી દૂર રહો કારણ કે તમારૂં શરીર આવા ખોરાકથી સુંતુષ્ટ નથી, ખરૂં કે નહીં?
જો તમે તમારા શરીરના અવાજને સાંભળશો તો તમારૂં શરીર તમને ક્યો ખોરાક લેવો તે જણાવતું જ હોય છે. પરંતુ હાલની પળે તમે તમારા મગજની વાત જ સાંભળો છે. તમારૂં મગજ તો તમને ખોટેખોટું જણાવતું હોય છે. શું તમારા મગજે તમારી સાથે અગાઉ પણ જુઠાણું ચલાવ્યું નથી?
મગજ આજે તમને કાંઇક કહેશે અને પછી એવું પણ બની શકે કે ગઇકાલે તમે મગજનું કહ્યું માન્યું હોય અને તમે મૂર્ખ બન્યા હો. આથી જ તમારે તમારા મગજથી દોરવવાના બદલે તમારૂં શરીર શું કહે છે તે સાંભળવાનું શીખવાની જરૂર છે.
પ્રત્યેક પ્રાણી અને પ્રત્યેક જીવ તેણે શું ખાવું અને શું ના ખાવું જોઇએ તે જાણે છે. માનવીને આ જગતમાં સૌથી વધારે બુદ્ધિશાળી ગણવામાં કે માનવામાં આવે છે. પરંતુ તે શું ખાવું અને શું ના ખાવું તે જાણતો જ નથી. કેવા છે તે ભુલી જાઅો, માનવી શું ખાવું તે પણ જાણતો નથી. આ માટે તમારા શરીરને સાંભળવાનું શીખવા તમારે ચોક્કસ કાળજી અને ધ્યાન રાખવાની જરૂર છે. એક વખત આ ગુણ તમારામાં આવી જાય તે પછી તમારે શું ખાવું અને શું ના ખાવું તે તમે જાણતા થઇ જાઅો છો.
તમે જે ખોરાક તમારા શરીરમાં દાખલ કરો છો તેની ગુણવતાની વાત કરીએ તો તમારી શારીરિક વ્યવસ્થા માટે માંસાહાર કરતાં શાકાહાર ચોક્કસપણે શ્રેષ્ઠ છે.
આવા આહાર તરફ આપણે નૈતિક મૂલ્યની રીતે નથી જોતા પરંતુ આપણે આવો આહાર આપની શારીરિક વ્યવસ્થા માટે કેટલો અનુકૂળ છે તે રીતે જોઇએ છીએ આપણે એવો ખોરાક ખાવા પ્રયાસ કરીએ છીએ કે જે આપણા શરીરને આરામ પ્રદ કે સાહજિક રાખી શકે.
તમારે તમારો વેપાર ધંધો, અભ્યાસ કે અન્ય કોઇ પણ પ્રવૃત્તિ કરવી હોય તો તમારૂં શરીર આરામપ્રદ સાહજિક હોય તે મહત્વનું છે.
આથી તમારા શરીરમાં પ્રવેશતો ખોરાક પચાવવામાં તમારા શરીરને તકલીફ ના પડે અને છતાં પણ શરીરને પર્યાપ્ત પોષણ મળી રહે તેવો ખોરાક તમારે ખાવો જોઇએ.
પ્રયોગત્મક વાત કરીએ તો ધ્યાનમાં લો કે જ્યારે તમે શાકાહારી ખોરાકને તેના જીવંત સ્વરૂપ કે કાચા શાકભાજીરૂપે ખાઅો ત્યારે તેની આપણા શરીર ઉપર કેવી અસર થાય છે. આની પાછળના આશય તે છે કે તમે જે કાંઇ ખાઅો તે શક્ય તેટલા જીવંત સ્વરૂપમાં હોય. એક જીવંત કોષમાં જીવનને ટકાવવાના તમામ ગુણ હોય છે.
જો તમે એક જીવંત કોષને ખાઅો છો તો તમે જોઇ શકશો કે તમારી શારીરિક વ્યવસ્થાની તંદુરસ્તી તમે જાણતા પણ નહીં હો તેનાથી પણ અલગ જ હશે. જ્યારે આપણે ખોરાકને રાંધીએ છીએ ત્યારે તેમાંથી જીવન કે જીવંતપણું મૃત્યુ પામે છે.
કોઇ પણ ખોરાકને તેના જીવંતપણાંને મારી નાંખ્યા પછી તેવો ખોરાક તમારી શરીર વ્યવસ્થાને તેટલી જીવંત શક્તિ નથી આપી શકતો જેટલી શક્તિ જીવંત કોષવાળો આહાર આપી શકે જ્યારે તમે જીવંત ખોરાક ખાઅો છો ત્યારે તેવા ખોરાકથી તમારા શરીરમાં અલગ જ પ્રકારનું જીવંતપણું અનુભવાતું હોય છે જો કોઇ બહુ બધા ફણગાવેલા કઠોળ, ફળફળાદિ કે ખાઇ શકાય તેટલા કાચા શાકભાજી ખાય છે તો તેવા ખોરાકથી તમારા શરીરમાં અલગ જ જીવંતપણું કે વધુ ઉર્જાવાન જીવનને અનુભવી શકાય છે.
ટૂંકમાં કહીએ તો તમે જે ખોરાક ખાઅો છો તે એક જીવન છે. એક અલગ સ્વરૂપના જીવનને આપણે ખાઇએ છીએ.
આ અલગ સ્વરૂપનું જીવન પોતાના જીવંત સ્વરૂપને મારીને આપણા જીવનને ટકાવે છે. આપણા જીવનને ટકાવવા પોતાના જીવંત સ્વરૂપને મારતા આવા આહાર તરફ સંપૂર્ણ અહોભાવ સાથે આપણે તેને (આહાર) ખાઇશું ત્યારે આવો ખોરાક પણ આપણા શરીર સાથે અલગ જ અહોભાવ સાથે વર્તતો હોય છે.
– Isha Foundation