પ્રશ્નઃ નમસ્કારમ્, સદગુરુ, મારી ઇચ્છા છે કે, હું તમારા લક્ષ્યાંક અને દીર્ઘદૃષ્ટિનો હિસ્સો બની અને તમે વ્યક્ત કરેલ સંપૂર્ણ જીવન બનું. હું સૌનું કલ્યાણ ઝંખું છું પરંતુ ક્યાંક ને ક્યાંક હું ગભરાઉં છું કે હું આ માર્ગે તેના અંત સુધી પહોંચી શકીશ નહીં. આ ગભરાટ મને આગળનું ડગલું ભરતા અટકાવે છે. હું આ ભયથી કેવી રીતે મુક્ત થઇ શકું?
સદગુરુ ઃ હું તમને ખાતરી આપું છું કે, જ્યારે આપણી પાસે વિશ્વને સ્વર્ગ બનાવવાનો મહાલક્ષ્યાંક છે ત્યારે તેના માર્ગે આગળધપતાં ક્યાંક ને ક્યાંક તો આપણે સૌ મરીમીટવાના છીએ આથી લક્ષ્યાંક પૂર્તિના અંત સુધી પહોંચવાની ચિંતા કરશો નહીં. શું તમે માનો છો કે, સમસ્ત જગત રાતોરાત કે કાલે જ સ્વર્ગ બની જવાનું છે? 25 વર્ષની વયે હું સ્વર્ગની કલ્પનામાં વિહરતો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે, હું સમગ્ર જગતને સ્વર્ગ બનાવી શકીશ. આ ત્રણ દાયકા પૂ્ર્વેની વાત છે અને હવે આજે હું જાણું છું કે ઘણા બધા સ્વયં ભાંગફોડિયાઓ છે. આપણે તો હજુ થોડા મિલિયન લોકોને જ પામ્યા છીએ પરંતુ તે સમગ્ર જગત નથી.
કોઇ પણ સંજોગોમાં હું જેની પરવા કરતો હોઉં તે ના કરો પરંતુ તમે જેની પરવા કરતા હો કે કાળજી લેતા હો તે કરશો નહીં તો સારું જીવ્યા કે ખરાબ જીવ્યા તે ચકાસવા તમારે મૃત્યુની રાહ જોવાની જરૂર નથી કારણ કે, તેતો એળે ગયેલું ખરાબ જીવન જ હશે. જો તમે માનતા હો કે આ કામ મહત્ત્વનું છે તો તે કામ તમારે કરવું જ જોઇએ.
હકીકતમાં હું જે રીતે બન્યો છું તેમાં જો હું એક દિવસ મારી આંખો બંધ કરું તો કદાચ હું ફરી આંખો ખોલી ના પણ શકું. મારા માટે પ્રવૃત્તિ એ જગતની જરૂરિયાતો પ્રમાણે છે તે સિવાય તો હું જ્યારે એકલો હોઉં છું ત્યારે શ્રેષ્ઠ હોઉં છું. તો પછી મારે લોકો સાથે રહેવાની તથા કાંઇ કરવાની ખેવના શા માટે? પરંતુ હજું ઘણું કરવાનું બાકી છે આથી જ અમે રોજ 20 કલાક તત્પર કે પ્રવૃત્ત હોઇએ છીએ. હું જ્યારે સવારે ઊઠું છુ ત્યારે કોઇક ને કોઇક હું તેની જરૂરિયાત પૂરી કરું તેવી ખેવના સાથે હાજર જ હોય છે.
આ બધી પ્રવૃત્તિ એટલા માટે નથી કે, મારે પ્રવૃત્તિની જરૂર છે. જો તમે કોઇ પ્રવૃત્તિ વિના મને એટલો મૂકશો તો મને આનંદ જ હશે. મારે કાંઇ બોલવાનું, લખવાનું કે કાંઇ કરવાનું જ નથી. પરંતુ હાલમાં તો હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે તેથી પ્રવૃત્તિ તો જરૂરી જ છે. પ્રવૃત્તિ એ તમારી જાત માટે ક્યારેય ના હોવી જોઇએ. તમે જેવા છો તે તમારા વિષે કે માટે છે. પ્રવૃત્તિ તો તમે જ્યાં અસ્તિત્વમાં છો તે પરિસ્થિતિ અંગે હોવી જોઇએ. કમનસીબે મોટા ભાગના માનવીઓ માટે પ્રવૃત્તિ એ તેમના પોતાના માટે હોય છે. જગતમાં જાત માટે જ કાંઇક કરવાની ખેવના માત્રથી તેઓ કાંઇક કરતા હોય છે અને આવો અભિગમ ખોટો છે. જગતમાં મોટાભાગના લોકો કાંઇક બનવા માટે જ કાંઇક કરતા હોવાના મૂળભૂત દોષમાંથી મોટાભાગની માનસિક બિમારીઓ ઉદભવતી હોય છે. આથી જ પહેલાં કાંઇક બનો અને પછી જ કાંઇક કરો. જો તમે આ વાસ્તવિકતાને અનુસરશો તો જે કાંઇ થશે તે થશે જ.
જો તમે આ કામનું મૂલ્ય સમજો અને જો તમને લાગે કે આ કામ કરવું જ રહ્યું તો પછી તમારે તે કામ કરવું જ રહ્યું. આ કામ કેવી રીતે અને કેટલી હદે કરવું તે તમારા ઉપર નિર્ભર છે. જો દરેક જણ બદલાવ કે પરિવર્તન લાવવા તેમનું પોતાનું જ કામ કરતા રહેશે તો તેમના પોતાના સંતોષ પૂરતુ હશે. જો તમારે બદલાવ કે કાંઇક અલગ લાવવાની ઝંખના હશે તો આપણે શક્ય તેટલા વધારે બળોનું સંગઠ્ઠન જોઇશે. પરંતુ આ પ્રવૃત્તિ તમારી પોતાની પરિપૂર્ણતા માટે નથી. તમે પરિપૂર્ણ છો માટે તમે આ પ્રવૃત્તિ કરો છો. કાંઇક કામ તમે ઇચ્છો છો માટે નહીં પરંતુ તેની જરૂર હોય ત્યારે કરો. જો કાંઇક કામ કરવાની જરૂર ઉદભવી હોય તો પ્રત્યેક જવાબદાર માનવીએ તે માટે તત્પર રહીને તે કામ કરવું રહ્યું. આ કોઇ એક પ્રકારનું અભિયાન નથી કે જેને તમે હાથ ધરી રહ્યા છો. આ તમારી માનવતાની અભિવ્યક્તિ છે. અને આવી પ્રવૃત્તિની સુંદરતા તે છેકે તેનાથી તમારી સમૃદ્ધિ કે મજબૂતાઇ અસાધારણ રીતે વધતી હોય છે.
– Isha Foundation