પ્રશ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય?
સદ્્ગુરુ – પરીક્ષાનો ભય? તમે આજ પ્રશ્ન કરો છો અને તે પણ જેને ક્યારેય પરીક્ષાનો ભય ન હતો તેને. મને પરીક્ષાનો ભય ન હતો તે વાતની મારા પિતાને ઘણી ચિંતા રહેતી. તેઅો કહેતા કે આ છોકરાને ભય નથી લાગતો તેનું શું કરવું?
સમાજમાં ક્યાંક એ વાત ફેલાવાયેલી કે ભય એ પણ એક પ્રકારનો ગુણ છે. ભય એ કોઇ ગુણ નથી પરંતુ ભય તમને શક્ય તેટલા અત્યંત ગંદો જીવ બનાવે છે. જો તમારા જીવનનો કોઇ સૌથી વધારે બિન આનંદપ્રદ અનુભવ હોય તો તે કદાચ ભય જ છે. જો તમારા જીવનમાં ભય ના હોય તો તમારું જીવન સૌથી વધારે આનંદિત બની રહે છે. કારણ કે ભય એ થનારી વાત છે. ભય એ હવે પછી શું થશે તે પ્રકારની હાલમાં અસ્તિત્વમાં ના હોય તે બાબત છે.
તમે શાળાઅે કશુંક ભણવા કે શીખવા જાઅો છો કે પછી કશું પુરવાર કરવા? આ નિર્ણય તમારે લેવાનો છે. જો તમે કોઇ સ્થળે તમારી જાત માટે કશુંક પુરવાર કરવા જશો તો સફળતા કે નિષ્ફળતાની ભીતિ ઉદ્્ભવશે. પરંતુ જેને કશું શીખવું છે તેને સફળતા નિષ્ફળતા જેવું કાંઇ હોતું જ નથી અને તેના માટે કશું પામવા કે મેળવવાનો જ પ્રશ્ન હોય છે. અને તે માટે પ્રયાસ કરે છે. આવું શિક્ષણ કોઇ એકાદ દિવસમાં પણ પામી શકે હું કદાચ 10 દિવસમાં પામી શકું અને કોઇકને કદાચ 100 દિવસ પણ લાગી શકે. અહિંયા પ્રશ્ન માત્રને માત્ર પામવા માટેના પ્રયાસનો છે. જો તમને ભણવાનો રસ હોય અને તે માટે તમે અથાગ પ્રયત્નો કરી શકતા હોય તો તે પોતે પણ તેના અર્થમાં વિપુલ શિક્ષણ જ છે.
મહેરબાની કરીને તમારી યાદદાસ્તને સુધારવાનો પ્રયાસ ના કરો. તમે કશુંક વાહિયાત યાદ રાખવા શાળાએ જતા નથી પરંતુ કાંઇ શીખવા અને તમારા જીવનની ક્ષિતિજોને વિસ્તારવા શાળાએ જાઅો છો. તમારે તમારી આસપાસના અસ્તિત્વ કે સૃષ્ટિ વિષે જાણવા અને સમજવાનું છે. અને આજ ગણિત વિજ્ઞાન સમાજવિજ્ઞાન, ભૂગોળ કે અન્ય કાંઇ પણ છે. તમે જેનો અભ્યાસ કરો છો તે કોઇ વિષય નહીં પરંતુ તમારા જીવનના અલગ અલગ હિસ્સા કે ટુકડા છે. તેને બિનરસપ્રદ રીતે રજુ કરાયા હોઇ શકે તેમ છતાં તે જ જીવન છે.
તમે જે શીખી રહ્યા છો તે તમારા જીવનની તકો અને ઘટનાક્રમને વધારી શકે છે. જો તમે આ યાદ રાખશો તો તમારું જીવન કોઇ રીતે બદલાશે નહીં. તમે કાંઇક શીખવા જાઅો છો ત્યારે તમે જે કાંઇ શીખ્યા છો તે તમે જ શીખ્યા છો અને જે નથી શીખ્યા તે પણ તમે જ શીખ્યા નથી.
અને જો તમે નકલ કેવી રીતે કરવી તે જાણતા હો તો મેં સાંભળયું છે કે કેટલાક સ્થળોએ શિક્ષણે પોતે જ આ બાબતને પ્રોત્સાહન આપતા હોય છે. હું નથી માનતો કે જીવનના આ તબક્કે તમારે તમારૂં જીવન આવા છળકપટથી શરૂં કરવું જોઇએ હું પ્રમાણિક્તાની વાત કરતો નથી. હું એ કહું છું કે શિક્ષણ એ જીવન સાથે સીધેસાદું હોવું જોઇએ જેથી કાલ ઉઠીને તમે નાની અમથી વાતમાં ગૂંચવાઇ ના જાઅો. તમને બધા સાથે ઠીક લાગવું જોઇએ હું આવો જ છું. મે માત્ર 35 માર્ક મેળવ્યા છે કાંઇ વાંધો નહીં. આનાથી મારા જીવનની લાયકાત નક્કી થવાની નથી.
હું ઇચ્છું કે તમે આ વાત સમજો તમે કેટલા માર્ક મેળવ્યા તેનાથી તમારી જીવનની લાયકાત અંકાવાની નથી પરંતુ કેટલા જોમ જુસ્સાથી તથા કોઇને પણ વરેલા રહેવા ભાવનાથી જીવો છો તેનાથી તમારા જીવનની લાયકાત મપાવાની છે. આથી જ નકલ કરવાની જરૂર નથી, બરાબરને? ધારો કે તમને કાંઇ નથી આવડતું, તો કાંઇ વાંધો નહીં. તમે ત્યાં આનંદપૂર્વક બેસી બહાર આવો. થોડાઘણા યોગ કરો અને તે રીતે જીવન લંબાતા તમને ભણવા માટે વધુ એક વર્ષ મળશે પરંતુ નકલ ના કરશો કારણ કે નાની નાવી વાતો માટે તમારે તમારી નિષ્ઠા ગુમાવવાની નથી. આમ નહીં કરો તો કાલે ઉઠીને કોઇ મોટી સમસ્યા આવશે ત્યારે તમે તેનો સામનો કરી શકશો નહીં.
થોડા વધારે કે થોડા અોછા માર્ક મળવાથી આસમાન તૂટી પડવાનું નથી. હાલમાં તમે શું શીખ્યા અને કેટલું ગ્રહણ કર્યું તેનાથી મોટો ફરક અવસ્ય પડશે અને હાલમાં તેના ઉપર જ ધ્યાન આપો ઘણા વિદ્યાર્થીઅો આખું પુસ્તક ખાઇ જઇને પરીક્ષાના પેપરમાં સીધેસીધી ઉલ્ટી કરી નાંખવા જેવું કરતા હોય છે પરંતુ પરીક્ષા પૂરી થતાં આવા વિદ્યાર્થીઅો શિક્ષાના મામલે કોરાધાક્કોર જેવા હોતા હોય છે. આવી સ્થિતિ તમારી પરીક્ષા પૂરતી બરાબર છે પરંતુ તમારા પોતાના માટે, તમારા સમાજ કે સમગ્ર વિશ્વ માટે બરાબર નથી. આવું તમે તમારી જાતે ના કરશો. તમારું શાળા જીવન પૂરું થાય ત્યાં સુધીમાં તમે શક્ય તેટલું વધારે જ્ઞાન ગ્રહણ કરેલું હોવું જોઇએ. તમે જ્ઞાની, સક્ષ્મ અને ર્સ્પધક બની રહો તેમ હું ઇચ્છું છું. જેથી કરીને કાલે ઉઠીને જ્યારે જીવનજગતના મેદાનમાં ઉત્તરો ત્યારે તમે તમારા જીવન સાથે કાંઇક સમજણ ભર્યું વર્તી શકો.
તમારી યાદશક્તિ વિષે ચિંતા ના કરો તમે જે જાણો છો તે જ તમે કરશો અને જેને તમે જાણતા નથી તે તમે કરવાના નથી. મને કશું યાદ નથી એટલે જ હું અહિંયા બેસીને તમારી સાથે ગમે તે મુદ્દે ગપ્પાં મારી શકું છું. કારણ કે કશું યાદ રાખવાનો બોજો નથી. તમને કેટલું યાદ રહ્યું તે મહત્વનું નથી, તમે તમારા જીવનમાં કેટલું સમજપૂર્વક, કેટલી ક્ષમતા સાથે તથા કેટલું અદ્્ભૂત રીતે જીવ્યા તે મહત્વનું છે.
– Isha Foundation