Quote-Photos-2015-August

જે પળે આપણે ‘દૈવી’ શબ્દ ઉચ્ચારીએ છીએ તે જ ક્ષણે મોટા ભાગના લોકો ઉપર જુએ છે કારણ કે દૈવી કે દિવ્યશક્તિ ઉપર છે તેમ માની લેવાયેલું છે. પરંતુ માનવીય દૃષ્ટિકોણથી ઉપર શું છે તે જાણવાનો કોઇ માર્ગ નથી. તમે વર્તુળમય ધરા ઉપર વસો છો અને તમે ઉત્તર ધ્રુવમાં પણ નથી, તમે ચોક્કસ અક્ષાંસ ઉપર છો, અને ધરતી કે પૃથ્વી તો ફરી રહી છે તેથી જો તમે ઉપર જોશો તો તમે ખોટી દિશામાં જોશો. શું કોઇ જાણે છે કે, બ્રહ્માંડમાં શું ઉપર છે અને શું નીચે છે? તે ક્યાંય પણ અંકિત છે ખરું?
કુદરતી પરિબળો કે ચીજોને લાગે વળગે છે ત્યાં સુધી શું ઉપર છે અને શું નીચે છે? તે તમે જાણતા નથી અને જાણી પણ શકતા નથી. આપણા રોજિંદા જીવનમાં આપણી અનુકૂળતા ખાતર આપણે એક ઉપર અને બીજું નીચે તેવું દિશાસંધાન કરી શકીએ પરંતુ જ્યારે આપણે દૈવી કે દિવ્યશક્તિની વાત કરીએ છીએ ત્યારે જો આપણે ઉપરવાળાની વાત કરીએ તો આપણે આપણા મગજમાં ઘણાબધા ભ્રમને વધારીએ છીએ.
ગમે તે હોય પરંતુ આ દૈવી કે દિવ્યશક્તિ શું છે? આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઇક સમયે આપણે ભગવાનમાં માનતા ન હતા. આપણે ભગવાનને બનાવવાની ટેકનોલોજી અવશ્ય શીખ્યા છીએ. આપણે 33 કરોડ દેવીદેવતાઓનું સર્જન કર્યું છે. આપણી માનવસહજ સમજથી આગળના કાંઇકને પામવા માટેનું સાધન કે માધ્યમ એટલે આ 33 કરોડ દેવીદેવતા અને આ બાબતના ઘણા બધા દાખલા છે. તેમાંનું એક દૃષ્ટાંત તમે અવશ્ય સાંભળ્યું હશે અને તે છે ગણિતશાસ્ત્રી રામાનુજમ.
એક સદી પહેલાં રામાનુજમે ઘણા બધા પુસ્તકો અને ફોર્મ્યુલાઓના પુસ્તકો લખ્યા હતા જેમાંના ઘણા બધા લખાણોને કોઇ સમજી શક્યું ન હતું કે, તેના અર્થ તારવી શક્યા ન હતા. રામાનુજમના લખાણોના ઘણા દાયકાઓ પછી લોકોને સમજાયું કે રામાનુજમની ઘણી બધી ફોર્મ્યુલાઓ હકીકતમાં તો બ્લેક હોલને વર્ણવતી હતી. રામાનુજમે આ બધા લખાણો ત્યારે લખ્યા હતા કે જ્યારે વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનસમુદાયને બ્લેક હોલનો વિચાર જ આવ્યો ન હતો. રામાનુજમ તેમના જીવનકાળના અંત વખતે માંદા પડ્યા ત્યારે તેમની પથારીમાં બેસી ગયા અને તેમના મુખેથી ગણિતજ્ઞાનની સરિતા વહેલા લાગી.લોકોએ પૂછ્યું કે તેઓ (રામાનુજમ) આટલું બધું ગણિતજ્ઞાન ક્યાંથી મેળવે છે. રામાનુજમે જવાબ આપ્યો કે, દેવી નામગીરી પાસેથી આ જ્ઞાન મળ્યું છે. આ મારી દેવી છે. ગણિત મારામાંથી બહાર આવે છે તે ક્યાંથી આવ્યું કે આવે છે તે હું જાણતો નથી.
આપણે આપણા મનોજગત થકી જે દેવીદેવતાઓને સર્જ્યા છે તે તમામ બ્રહ્માંડના ચોક્કસ આયામોને પામવાના સાધન કે માધ્યમ જ છે. કુદરતના અગણિત આયામો કે પરિબળોને ધ્યાનમાં લેતા અને તેમાંના તમામને પામવા કે સમજવા માટે જ આપણે દેવીદેવતાઓને સર્જ્યા છે. જો કે આવા શક્તિશાળી અને અસરકારક સાધન કે માધ્યમની અવગણના કરવાની જરૂર નથી. દૃષ્ટાંતરૂપે વાત કરીએ તો હું તમને કોઇ સાધનો, પાનાપક્કડ, કાતર કે પાવડો આપ્યા વિના ત્રણ દિવસ સુધી દાંત અને આંગળીઓથી પ્લમ્બીંગનું કામ આપું તો ત્રણ દિવસ પછી તમારા અડધા દાંત જતા રહ્યા હશે અને આંગળીઓ ચિરાઇ ગઇ હશે ત્યારે જો હું તમને પાનાપક્કડ આપું તો તમે પાનાપક્કડની પૂજા કરવા લાગશો. માનવીય દૃષ્ટિકોણથી વાત કરીએ તો સાંધનોનો ઉપયોગ કરવાની આપણી ક્ષમતાના કારણે જ આપણે આપણે છીએ. આમ ના હોત તો કીડીઓનું મોટું ઝૂંડ પણ તમારા ઉપર હાવી થઇ જઇ શકે. આપણે જે તે સાધનનો ઉપયોગ કરી શકીએ તેટલા જ કારણથી આપણે હાલમાં ધરતી ઉપરનું શક્ય શ્રેષ્ઠ જીવન છીએ.
સાધનો તેના સ્વરૂપમાં હેતુલક્ષી કે વિષયાત્મક હોઇ શકે છે. વિષયાત્મક સ્વરૂપ એ તે છે કે જેને આપણે દેવી – દેવતા તરીકે ઉલ્લેખીએ છીએ. આ સંસ્કૃતિમાં ભગવાન ઉપર છે તેવો કોઇ વિચાર ક્યારેય હતો જ નહીં. આપણે તો દેવી દેવતાઓનું સર્જન એક સાધન કે માધ્યમ તરીકે જ કર્યું હતું. આ કોઇ માનસિક કે લાગણીજન્ય અનુભૂતિ નથી. આપણે આપણામાં એવું ઉર્જા સ્વરૂપ જન્માવ્યું કે જેના થકી આપણે પ્રગાઢ સંબંધને પામી શક્યા અગમાશાસ્ત્ર એ મંદિર કેવી રીતે બાંધવું તે દર્શાવતું એક વિજ્ઞાન છે. જો પાંચ મૂળ ઘટકતત્ત્વોની વાત કરવાની હોય તો – મૂર્તિનો આકાર, કદ અને મુદ્રા, આના ઉપર ધ્યાન આપવા ઉપયોગી મંત્રો, ગર્ભગૃહનો આકાર અને કદ તથા છેવટે બાહ્ય પરિક્રમાને યોગ્ય રીતે સંકલિત કરવામાં આવે તો ઉર્જાનું શક્તિશાળી ક્ષેત્ર ઊભું થશે જે દ્વારા આપણા માટે જીવનની ચોક્કસ દિશા કે વળાંક ખુલ્લા થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં આપણને કહેવાતું આવ્યું છે કે જો તમે ભયપીડિત હો તો એક પ્રકારના ભગવાનના શરણે જાઓ, માંદગી માટે બીજા અને વૈભવ માટે ત્રીજા ભગવાનને શરણે થાઓ. આ રીતે આપણી જુદી જુદી તકલીફો માંગણી કે અન્ય કોઇ પણ કારણે જુદા જુદા ભગવાન પાસે જવાનું થતું રહે છે કારણ કે, જીવનના ચોક્કસ વળાંકોને પામવાના આ સાધનો કે માધ્યમો છે. આવી સંસ્કૃતિથી જ સમસ્ત ધરાની સમસ્ત ભૂગોળ એક સ્વરૂપે આધ્યાત્મિક પ્રક્રિયામાં ફેરવાઇ છે. 54 દેવી સ્થળો, પંચભૂત સ્થળો જે જ્યોર્તિલિંગો અને સમસ્ત ભૂગોળ ઉપર ધ્યાન ધરવાનો પ્રયાસ છે અને લોકો તેસમજે કે ના સમજે તેના થકી લોકોને લાભ થાય છે તેવી સમજ પ્રવર્તે છે. પરંતુ ધીરે ધીરે હવે લોકો આ બધી માન્યતાઓ માનવાની છે તેમ વિચારતા થયા છે. પરંતુ આ બધું માનતા માટે નથી. માનતા માત્રથી તેની શું તાકાત છે તે તમે જાણવાના નથી. આ બધી બાબતોને તમારે માત્ર માનવાની નથી પરંતુ તેને સમજવાની જરૂર છે જો તમે તેને સમજશો તો તેનો અસામાન્ય લાભ છે.
– Isha Foundation