તમે જગતમાં પગરવ માંડો છો ત્‍યારે ઘણી બધી ગંદકી, મ‌લિનતા, ઘણો બધો ભ્રષ્ટાચાર અને ચારે બાજુ ઘણું બધું ગાંડપણ કે મૂર્ખામીભર્યું થતું રહેતું હોય છે. જગતમાં એવા પણ કેટલાક લોકો હોય છે જેમને આવી ગંદકી, મ‌લિનતાની સૂગ કે ચીડ હોય છે. આવા લોકો ‌હિમાલય પહોંચી જતા હોય છે. આવા લોકોને બધું જ ચોખ્‍ખું અને શુદ્ઘ જોઇતું હોય છે પરંતુ એવું થઇ શકતું નથી કારણ કે જગતની ગંદકી કે મ‌લિનતા એક યા બીજી રીતે આપણા મગજમાં ઘૂસી ગઇ હોય છે.

જગતમાં જે કાંઇ ગાંડપણભર્યું થતું હોય તે તમારા મગજમાં ભરાયેલું છે તે તમે જાણો છો. ખરું કે નહીં? આથી જ પ્રવર્તી રહેલી ગંદકી કે મ‌લિનતા માટે સૂગ ધરાવવી અને ભાગી છૂટવાની મનોવૃ‌ત્તિ ધરાવનારાઓએ આવું ના કરવું જોઇએ, ખરું કે નહીં? આપણે આવી ગંદકી – મ‌લિનતા ઉપર કાબુ મેળવી શકીએ કે નહીં તેના ‌વિકલ્‍પો આપણી પાસે છે પરંતુ આપણે મ‌લિનતાને અવગણી શકવાના નથી કારણ કે તે તો રહેવાની જ છે.

જગતમાં બીજા એવા પણ ઘણા બધા લોકો છે જે કમનસીબે એવું માનતા થઇ ગયા છે કે સમગ્ર જગત મ‌લિનતાથી ભરેલું છે તો આપણે પણ મ‌લિન થઇ જઇએ અને એટલે આવા ઘણા બધા લોકો પણ ગંદકીમાં ભળી ગયા છે પરંતુ આપણે જેને ગંદકી કહીએ છીએ તે ગંદકી- મ‌લિનતા પણ સારું ખાતર બની શકે છે. ભારતીય આધ્‍યા‌ત્‍મિકતાએ કમળને એટલે જ પ્ર‌તિકાત્‍મક સ્‍વરૂપ આપેલું છે. કમળ એક એવું ફૂલ છે જે ભારોભાર ગંદકીમાં ખીલતું હોય છે. તમે સહન પણ ના કરી શકો તેવી તીવ્ર દુર્ગંધમય ગંદકી સુંદર સુગંધીદાર ફુલમાં ફેરવાય છે. જીવનની પ્રત્‍યેક પળે આપણી પાસે પણ આવો ‌વિકલ્‍પ રહેલો છે.

આપણે જે વાતાવરણમાં રહેતા હોઇએ તે વાતાવરણ આપણને બનાવતું હોય તો આપણે આપણી જાતને મેનેજરો કહી ના શકીએ. મેનેજર બનવાનો અર્થ આપણે જે કાંઇ અત્‍યંત સુંદર ચીજ તરીકે જોઇ શકીએ તેનું આપણે સર્જન કરવાના છીએ. પ‌રિ‌સ્‍થિ‌તિથી તમારૂ સર્જન દોરવાય તે મેનેજમેન્‍ટ નથી, તમે ઇચ્‍છો તેવી પ‌રિ‌સ્‍થિ‌તિનું ‌નિર્માણ એટલે મેનેજમેન્‍ટ. પરંતુ જીવનમાં મોટાભાગના લોકો જે બનતું હોય તેના દૃષ્ટાંતરૂપે કહીએ તો કોઇને નોકરી મળે એટલે પહેલા ‌દિવસે કામ ઉપર જાય અને જે ખુરશી ટેબલ તેને ફાળવાયું હોય તે તેના માટે જગતની અદ્દભૂત વસ્‍તુ બની રહે છે પરંતુ થોડા વર્ષો પછી આ જ ખુરશી ટેબલ ઉપરથી જે તે માણસ બ્‍લડપ્રેસર, ડાયાબીટીસ, અલ્‍સર અને અન્‍ય ગમે તે મુશ્કેલીઓ પણ પામતો હોય છે.

આપણે જે કામ કે નોકરી કરીએ છીએ તેના થકી આવું થતું નથી. આપણે જે જગતમાં જીવીએ છીએ તેના થકી આવું થતું નથી. આપણે આપણી જાત ઉપર પર્યાપ્‍ત ધ્‍યાન આપ્‍યું નથી તેના કારણે જ આમ થતું હોય છે.તમારે તમારી જાતને માત્ર મેનેજમેન્‍ટ અને અન્‍ય આવડત પૂરતી કુશળ બનાવવાની છે. તમારે કમળ જેવા બનવાની જરૂર છે અને એવી પ‌રિ‌સ્‍થિ‌તિમાંથી પસાર થવાનું છે જ્યાં જે તે પ‌રિ‌સ્‍થિ‌તિ તમને સ્‍પર્શી ના શકે. તમે ગંદામાં ગંદી પ‌રિ‌સ્‍થિ‌તિમાં હો તો પણ તમારે તમારી સુંદરતા અને સુવાસ જાળવી રાખવાની જરૂર છે. જો કોઇ આવું કરી શકે તો તે કોઇ સ્‍પર્શ ‌વિના જીવન પાર કરી જશે પરંતુ જો કોઇ સાથે આવું ના થતું હોય તો જીવન તેને ઘણી બધી રીતે ખાઇ જશે.

મેનેજમેન્‍ટની વાત આવે છે ત્‍યારે આપણે સમજી લેવું રહ્યું કે ચોક્કસ મેનેજમેન્‍ટ જેવું કાંઇ હોતું નથી. આ એના જેવું છે કે લોકો જે કાંઇ કરે છે તેને સમ‌ર્પિત રહેતા હોય તો બધું જ બરોબર અને સારું જ થવાનું છે. લોકોને તેમનું શ્રેષ્‍ઠ હોય તે કરતા કરવાની તમારી ક્ષમતા એટલે મેનેજમેન્‍ટ અને આપણે આટલું જ કરી શકીએ છીએ. આપણી આજુબાજુના બધા જ લોકો તેમનામાંનું શ્રેષ્‍ઠ બહાર લાવી કામ કરતા હોય તો તે જ શક્ય શ્રેષ્ઠ મેનેજમેન્‍ટ હોઇ શકે.

માનવતાના હાર્દ‌બિંદુને ‌સ્પર્શવાનું કે પ્રત્‍યેક માનવી તમારા માટે પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા માંગતો હોય છે. હાલમાં તમારી આસપાસ હોય તે તમામ માનવીના આવા જ હાર્દ‌બિંદુને સ્‍પર્શવાનું તમે શીખી જાઓ તો તમે જોઇ શકશો કે દરેક માણસ તમારા માટે પોતાનો જીવ સુદ્ઘાં આપી દેવા ઇચ્‍છતો હોય છે. તમારી આસપાસના લોકો તમને પ્રેમ કરતા હશે અને તમારા માટે પોતાનું શ્રેષ્‍ઠ આપવા તૈયાર હશે તો તમારા મેનેજમેન્‍ટ દર‌મિયાન તમને અલ્‍સર કે અન્‍ય ગંભીર બીમારી આવશે નહીં.

તમારી આસપાસના લોકો તમને પાડી દેવા માંગતા હશે તો જે તે પ‌રિ‌સ્‍થિ‌તિને સંભાળવા જતા તમને અલ્‍સર થશે. આપણને પ્રેમ કરે અને પોતાનું શ્રેષ્ઠ આપી શકે તેવા માણસોને આપણે પોતાની આસપાસ ઉભા કરી શકીશું નહીં તો તમારું મેનેજમેન્‍ટ યાતનાદાયી બની રહેશે. અદ્દભૂત મેનેજમેન્‍ટ માટે તમારી આસપાસના લોકો તમારા માટે તેમનું શ્રેષ્ઠ આપતા ઇચ્‍છતા હોવા જોઇએ.આપણે જે કાંઇ કરીએ છીએ તેના કારણે આપણું જીવન સુંદર બની રહેતું નથી, સૌના કલ્‍યાણના આપણા સ્‍વપ્‍નના ભાગરૂપે આપણે આપણી આસપાસના સૌ કોઇને આપણી સાથે રાખી શકીએ તો જ આપણું જીવન સુંદર બનતું હોય છે.
– Isha Foundation