પ્રશ્ન – સદ્ગુરુજગતમાં ઘણા બધા લોકો રોજે રોજના ધોરણે ઘણી યાતનાની પીડા વેઠતા હોય છે આ પીડા સાથે કેવી રીતે કામ પાર પાડવું?
સદ્ગુરુ- પીડા એ ભૌતિક બાબત છે. યાતના શરીરની હોય છે અને તે તમારા માટે સારું છે કારણ કે હાલમાં જો તમારા શરીરમાં કોઇ પીડા ના હોય તો તમારા શરીરને બચાવવા માટે જરૂરી હોંશિયારી તમારામાં નથી. જો તમે રસ્તા ઉપર ચાલતા હો અને બાઇસીકલ આવે તો તમે પાછા જાઅો છો. તમે કોઇ નમ્રભાવે આવું નથી કરતાં પણ પીડાના પરિણામો જાણતા હોઇ તમે આમ કરો છો. જો તમારા શરીરને પીડા થવાની જ ના હોય તો સામેથી ભારેખમ ટ્રક તમારી તરફ આવતી હોય તો પણ તમે હટવાના નથી.
પીડા એ શારીરિક હોય છે અને તે સહજભાવે કે સ્વાભાવિકપણે થતી પ્રક્રિયા છે જો પીડા ના હોય તો તમારો પગ કપાઇ જાય તો પણ તમને તેની ખબર પડશે નહીં. પરંતુ યાતના એ સ્વયં સર્જન છે. યાતના વિના પીડા કેવી રીતે હોઇ શકે? ઘણા બધા દૃષ્ટાંત સદાશીવ બ્રહ્મેન્દ્ર છે. આ મતલબનો શીલા લેખ ધ્યાનલિંગમાં છે. જેમાં એક માણસ ચાલતો હોય છે તેનો હાથ કાપીનખાય છે. દક્ષિણ ભારતના નેહરમાં આ બન્યું હોય છે. સદ્્શીવ બ્રહ્મન્દ્ર શરીર વિનાના યોગી, નિર્કાયા હોય છે. શરીર વિનાનું કેવી રીતે હોઇ શકે?
ભૌતિક દેહની માફક માનસ દેહ ઉર્જા દેહ હોય છે. ઉર્જા દેહને પ્રાણાયમકોશ કહે છે. ઉર્જા દેહમાં 72000 નાડી અથવા ઉર્જા વહે તેવા પાથવે હોય છે. તમારા ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ માટે તમામ 72000 નાડી સતત સક્રિય હોય તે જરૂરી નથી. મૂઠીભર મૂળભૂત નાડીઅોથી પણ તમે તમારા પૂર્ણ ભૌતિક જીવે જીવી શકો છો. જો તમારી તમામ 72000 નાડીઅો સક્રિય થઇ જાય તો તમને શરીરનો ભાવ કે સ્પંદન રહે જ નહીં.
તમારા શરીર વિના અહિંયા બેસવાની આઝાદીની તમે કલ્પના કરી શકો છો ખરા? દૃષ્ટાંતરૂપે વાત કરીએ તો જો તમારે અહિંયા બેસી ધ્યાન ધરવું હોય તો થોડા સમય પછી તમારા પગ દુઃખવાની શરૂઆત થાય અને તે પછી તમે પગના દુઃખાવાની પીડા વેઠવા લાગો છો તે પછી તમારા અન્ય તમામ માનવીય ગુણ ગાયબ થાય છે પરંતુ જો તમે તમારી તમામ 72000 નાડીઅોને સક્રિય કરો અને તે પછી જો તમે અહિંયા બેસશો તો તમને શરીરની અનુભતિ નહીં થાય અને તમે તમારા શરીરનો ઉપયોગ ઇચ્છો તેમ કરી શકશો પરંતુ તમારા શરીરનો તમારા ઉપર કોઇ કાબુ હોતો નથી.
સદાશીવ નિર્કાયા હતો. તેને શરીરની કોઇ અનુભૂતિ ન હોવાથી તેના જીવનમાં તેને કપડાં પહેરવાનો પ્રશ્ન ઉદ્્ભવ્યો ન હતો. તે નગ્ન યોગી હતો અને માત્ર ચાલ્યા જ કરતો હતો. એક દિવસે તે રાજાના બગીચામાં ચાલતો હતો ત્યારે રાજા નદીના કિનારે પોતાની રાણીઅો સાથે આરામ ફરમાવી રહ્યા હતા સદાશીવ તો નિર્લેપભાવે નગ્નવસ્થામાં જ રાણીઅોની સામે ચાલતો ચાલતો પહોંચ્યો.
સદાશીવની હરકતથી રાજા ખૂબ જ ગુસ્સે ભરાયા અને મારી રાણીઅોની સમક્ષ આવી હાલતમાં ચાલનાર આ મૂર્ખ કોણ છે તેની તપાસ કરવા પોતાના સૈનિકોને આદેશ આપ્યો સૈનિકોએ સદાશીવને બૂમ પાડી પણ તેણે કાંઇ સાભળ્યા વિના જ ચાલવાનું ચાલુ રાખ્યું. સૈનિકો સદાશીવના આવા વર્તનથી ગુસ્સે ભરાયા અને તેની પાછળ પડી તલવારનો ઘા કર્યો. તલવારના ઘાથી સદાશીવનો હાથ કપાઇ ગયો છતાં તેવું ચાલવાનું ચાલુ જ રહ્યું. હાથ કપાઇ છૂટો પડી જવા છતાં પૂર્વવત ભાવે ચાલતા રહેલા તથા પાછું જોવાની પણ દરકાર નહીં કરનાર સદાશીવ કોઇ સામાન્ય માનવી નથી તે વાસ્તવિક્તાનું સૈનિકોને ભાન થતાં જ રાજા અને સૈનિકો સદાશીવને પગે પડ્યા તેટલું જ નહીં સદાશીવને બગીચામાં પાછા લઇ આવ્યા અને તેની પ્રસ્થાપના બગીચામાં જ કરાવી આજે પણ નેરૂર નજીક સદાશીવની સમાધિ છે. આ અત્યંત શક્તિશાળી સ્થળ છે.
દર્દ કે પીડા શારીરિક હોય છે. યાતના કે દર્દ વેઠવાનું એ આપણા દ્વારા ઉભું થયેલું છે, જો કે તમારે તેને ઉભું કરવાની જરૂર નથી. જો તમે આને સમજો તો તમે આપમેળે વેઠવાનું કે સહન કરવાનું ઉભું કરશો જ નહીં. જો કોઈ આપમેળે વેઠવાની સ્થિતિ ઉભી કરતો હોય તો તેના માટેનું કારણ તે ના સમજ છે. શું તમે તમારી જાતે જ ઇરાદાપૂર્વક યાતના વેઠવાનું ઉભુ કરશો ખરા? આ પ્રશ્નનો જવાબ ના જ હોય.
જગતમાં આવા મતલબનું બહુ જાણીતું દૃષ્ટાંત જીસસનું છે. જીસસના હાથ અને પગમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. જો તમારા હાથપગમાં ખીલા ભોંકવામાં આવે તો તમે શું કરશો? તમે ચીસાચીસ કરી મૂકશો, બૂમ બરાડા પાડી જગતને શ્રાપ પણ આપશો પરંતુ જીસસે કહ્યું હતું કે તેઅો શં કરી રહ્યા છે તે તેઅો જાણતા નહીં હોવાથી તેમ ને માફ કરો કોઇ માણસ અસહ્ય પીડા વેઠતાં વેઠતાં આવું બોલી શકે ખરો તેનો અર્થ તેવા નથી કે દર્દ કે પીડા નથી. જીસસે પણ પીડા અનુભવી હશે પરંતુ કદાચ જીસસનું શરીર તમારા કરતાં ઘણું વધારે સંવેદનશીલ હશે તેટલા માટે જ જીસસે પીડા અનુભવી હશે પરંતુ તેમના શરીર દર્દ કે યાતના વેઠયા ન હતા “તેઅો શું કરી રહ્યા છે તે તેઅો જાણતા નથી.” તેમ કહીને જીસસ પેલા લોકો અજાણ છે તેમ કહી રહ્યા હતા.
તમારા પોતાને કે તમારી આસપાસના અન્ય કોઇને પણ તમારા દ્વારા અપાતી યાનતા કે વેઠવું પડવા માટેનું એકમાત્ર કારણ તે છે કે તમે અજાણ છો. તમારા અનુભવમાં અસ્તિત્વથી તમે વાકેફ છો પરંતુ તમારા માટે જે અસ્તિત્વ નથી તેનાથી તમે અજાણ છો આ સંદર્ભને બદલવાનો છે. તમારી જાગૃતિને મર્યાદિત ક્ષેત્રની વિસ્તારી વ્યાપક વિચારધારા સુધી વિસ્તવારવી રહી.
હાલમાં જે કાંઇ હોય તેનો જ્યારે તમે પ્રતિકાર કરો છો ત્યારે પીડા વધીને યાતનામાં ફેરવાય છે. પીડા તો છે જ પરંતુ તમારે તમારામાં પીડાને વધારવાની નથી પરંતુ તેમાંથી અન્ય કાંઇકને પામવાનું છે. જ્યારે પરિસ્થિતિ ખરાબ કે વિક્ટ જ બની ચૂકી હોય ત્યારે શક્ય તેટલા વધારે ગૌરવભેર તેમાંથી કેવી રીતે પસાર થઇ શકાય તે જ તમારે જોવાનું છે.
– Isha Foundation